By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    19 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    19 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત

Khaskhabar Editor
Last updated: 2026/06/11 at 12:46 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

10થી 15 દિવસમાં સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા માગ

વાહનચાલકોને ફરી હાલાકી થશે તો કોંગ્રેસના આંદોલનની ચીમકી

- Advertisement -

ચોમાસા પહેલા હાઇવે સુધારો, નહીં તો રસ્તા પર ઉતરશે કોંગ્રેસ

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ–જેતપુર નિર્માણાધીન સિક્સલેન હાઇવે પર ચોમાસા દરમિયાન સર્જાતી ટ્રાફિક, રોડ સલામતી અને માર્ગ સુવિધા સંબંધિત ગંભીર સમસ્યાઓને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે અને કોંગ્રેસના ડેલીગેશને આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિસ્તૃત રજૂઆત કરી છે. રાજકોટ–જેતપુર હાઇવે સમગ્ર સૌરાષ્ટ્રની જીવનદોરી સમાન ધોરી માર્ગ છે. આ માર્ગ પર રોજ હજારો વાહનો, ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલ માલવહન, પ્રવાસન ક્ષેત્ર તેમજ સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. હાઇવેના નિર્માણ માટે આપવામાં આવેલી મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાના બે વર્ષનો સમય આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી હજુ અધૂરી છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિકાસ, વેપાર-ઉદ્યોગ, પરિવહન અને સામાન્ય જનજીવનને સીધી અસર થઈ રહી છે.

- Advertisement -

રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ગયા વર્ષ દરમિયાન જ્યાં જ્યાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી તે તમામ સ્થળોની તાત્કાલિક ઓળખ કરી તેના કારણોનું તકનીકી મૂલ્યાંકન કરવામાં આવે અને ચોમાસા પૂર્વે અસરકારક ઉકેલ અમલમાં મૂકવામાં આવે. હાઇવે પર ચાલતી ઓવરબ્રિજ, અંડરપાસ તથા અન્ય બાંધકામની કામગીરીને કારણે વાહન વ્યવહાર જે સર્વિસ રોડ પરથી પસાર થાય છે તે તમામ સર્વિસ રોડનું લેવલિંગ, મજબૂતીકરણ, ખાડા પુરવાની કામગીરી, પાણી નિકાલ વ્યવસ્થા તથા જરૂરી સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે. હાઇવે પર અનેક સ્થળોએ ખાડા, ધૂળની સમસ્યા, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ, અવ્યવસ્થિત ડાયવર્ઝન, અધૂરા ડ્રેનેજ કામો તથા અન્ય તકનિકી ખામીઓ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહી છે. તેથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોન્ટ્રાક્ટરોને કડક સૂચનાઓ આપી આ તમામ ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે.

પ્રિ-મોન્સૂન કામગીરીમાં કોઈ પ્રકારની ઢીલાશ ન રહે તે માટે હાઇવેના અલગ-અલગ કિલોમીટર વિભાગો માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની સીધી દેખરેખ હેઠળ કામગીરી પૂર્ણ કરાવવાની તેમજ કામગીરી માટે સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે ટ્રાફિક ચક્કાજામના કારણે દરરોજ હજારો લીટર ઇંધણનો બિનજરૂરી બગાડ થાય છે, જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. વૈશ્વિક સ્તરે ઇંધણની વધતી માંગ અને કિંમતો વચ્ચે આ પ્રકારનો બગાડ ચિંતાજનક છે. તેથી વાહન વ્યવહાર વધુમાં વધુ સુચારૂ બને તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

વાહનચાલકોને હાઇવે પર સર્જાતી સમસ્યાઓ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂ કરવાની તથા તેના નંબર હાઇવે પર મોટા બેનરો અને સૂચક બોર્ડ મારફતે જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. રજૂઆતમાં માર્ગ સલામતીના મુદ્દાને વિશેષ મહત્વ આપતા જણાવાયું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ તમામ ડાયવર્ઝન, જોખમી સ્થળો અને બાંધકામ વિસ્તારોમાં રિફ્લેક્ટિવ સાઇનબોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચનાઓ, ડેન્જર માર્કિંગ, બેરિકેડિંગ, કૅટ આઈ સહિતના તમામ રોડ સેફ્ટી સાધનો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી અકસ્માતોની સંભાવના ઘટાડી શકાય. ગયા ચોમાસા દરમિયાન ટ્રાફિક જામથી પ્રભાવિત થયેલા સ્થળોની સમીક્ષા કરી જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કરીને આવા સ્થળોએ કાયમી અથવા અસ્થાયી ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉભા કરવાની માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે.

રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આરોગ્ય સેવાઓનું મહત્વનું કેન્દ્ર હોવાથી દરરોજ અનેક ગંભીર દર્દીઓને લઈને એમ્બ્યુલન્સો આ માર્ગ પરથી પસાર થાય છે. ટ્રાફિક જામના કારણે જીવન અને મરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર બનતી હોવાનું જણાવી એમ્બ્યુલન્સોને અવરોધમુક્ત માર્ગ મળી રહે તે માટે વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. હાઇવે પર આવેલા બંને ટોલ પ્લાઝાઓના સંચાલકોને પણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું કડક પાલન કરાવવા રજૂઆતમાં માંગ કરવામાં આવી છે. જો ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતાર સર્જાય અથવા રાહ જોવાનો સમય નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય તો નિયમ મુજબ ટોલ લેન ખુલ્લી મૂકીને વાહન વ્યવહાર સરળ બનાવવાની સૂચના આપવામાં આવે. ગયા વર્ષે ટોલ પ્લાઝા પર સર્જાયેલી ટ્રાફિક સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ રજૂઆતમાં ભાર મૂકવામાં આવ્યો છે.

અંતમા ડેલિગેશને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આગામી 10થી 15 દિવસની અંદર સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, કરવામાં આવેલી કામગીરીનો જાહેર અહેવાલ પ્રસિદ્ધ કરવા અને સૌરાષ્ટ્રની જીવનદોરી સમાન રાજકોટ–જેતપુર હાઇવેને સુરક્ષિત, સુવિધાસભર અને ટ્રાફિકમુક્ત બનાવવા તાત્કાલિક અસરકારક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.

આ રજૂઆતમા કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત,યુવા કોંગ્રેસના અમિત ચૌધરી,યશ ભીંડોરા,પ્રશીલ રાજદેવ,રોનક રવૈયા ,યશ ઉનડકટ જોડાયા હતા. અંતમા કોંગ્રેસ નેતાએ એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે ગયા વર્ષ જેવી આ ચોમાસામા વાહનચાલકોને હાલાકી પડશે તો નેશનલ હાઇવેની રાજકોટ સ્થિત ઓફિસ પર જ ધરણા કરાશે અને મોટું આંદોલન પણ કરવામા આવશે. આ રજૂઆતની નકલ જિલ્લા કલેક્ટર રાજકોટ, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રાદેશિક કાર્યાલય ગાંધીનગર, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યાલય નવી દિલ્હી તથા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને પણ મોકલવામાં આવી છે.

 

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

TAGGED: Congress' ultimatum on Rajkot-Jetpur highway issue
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ
Next Article કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?