By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    5 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    4 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    4 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    5 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    5 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor
Last updated: 2026/06/02 at 3:41 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

રાજકોટની ધરતી પર યોજાનાર બાબા બાગેશ્ર્વર – ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની કથાને લઈને સમાજમાં અને સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ અને વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. જોકે અહીં ખાસ સમજવા જેવી બાબત એ છે કે, ચોતરફ જોવા મળતો વિરોધ બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાનો નહીં પરંતુ બાબા બાગેશ્ર્વર દ્વારા કથા દરમિયાન ભરાતા દિવ્ય દરબાર – પર્ચીઓ પઢવા, અકલ્પનિય દાવાઓ કરવા તેમજ ભૂત ભગાડવા ને ઘૂણાવવા મામલે થઈ રહ્યો છે. વધુમાં મોંઘવારી માર અને ઈંધણની અછત વચ્ચે આ પ્રકારના આયોજન કેટલા અંશે યોગ્ય એવા સવાલ ઉઠી રહ્યા છે. હકીકતમાં આજ સુધીમાં એકપણ વ્યક્તિએ હનુમંત કથાનો સીધો વિરોધ કર્યો નથી અને કોઈ નાસ્તિક હિંદુ કે વિધર્મી પણ એ કરી ન શકે. કોઈએ પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમંત કથા નહીં કરવા દઈએ એવું કહ્યું જ નથી. વાંધો માત્ર બાબા બાગેશ્ર્વર દ્વારા કરાતા ચમત્કાર સામે છે, તેમના દ્વારા કરાતી હનુમંત કથાનું રસપાન કરવા તેમના વિરોધીઓ પણ આતુર હોય છે.
ધાર્મિક કથા, ભજન ગીત અને આધ્યાત્મિક પ્રવચનો આપણી પરંપરાનો ભાગ છે તેને રોકવાની વાત કરવી યોગ્ય ગણાય નહીં. પરંતુ જ્યારે ધાર્મિક મંચ પર અંધશ્રદ્ધા, અલૌકિક દાવાઓ અથવા અરજીના નામે ચમત્કારના પ્રદર્શન જેવી બાબતો ઉમેરાય છે ત્યારે પ્રશ્ર્નો ઊભા થવા સ્વાભાવિક છે. જોકે અહીં વિચારવા જેવી બાબત છે કે, હજારો બાબાઓમાંથી એકમાત્ર બાબા બાગેશ્ર્વરનો જ વિરોધ શા માટે? વળી, બાબા બાગેશ્ર્વર તો દેશ-દુનિયામાં દરબાર યોજે છે, ટીવીમાં આવે છે ત્યારે તેમનો વિરોધ નહીં અને રાજકોટમાં જ કેમ? જે રીતે વિચારકો કે વિવેચકોને પોતાના વિચારો રજૂ કરવાનો હક છે, તે જ રીતે કોઈ ધાર્મિક વક્તાને સાંભળવા કે ન સાંભળવા એ જનતાનો અંગત અધિકાર છે. જો કોઈ આયોજન કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીને થતું હોય તો માત્ર વૈચારિક અસંમતિના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની કે તેનો વિરોધ કરવાની માગ બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. પછી કાયદો કાયદાનું કામ કરે, પણ જો કોઈ હનુમંત કથાનો વિરોધ કરતું હોય તો તે અસ્થાને છે.
બાબા બાગેશ્ર્વરના વિરોધ પાછળ મોટેભાગે ‘ચમત્કાર’ કે ‘દિવ્ય દરબાર’ના દાવાઓને આગળ ધરવામાં આવે છે. વિજ્ઞાન અને તર્કના આધારે પ્રશ્ર્નો ઉઠાવવા એ ખોટું નથી પરંતુ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં શ્રદ્ધા એ લોકોની આંતરિક બાબત છે. સનાતન પરંપરામાં કથા અને સત્સંગનો મોટો ઈતિહાસ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ આપમેળે ત્યાં જઈને આસ્થા અનુભવતી હોય તો ત્રીજી વ્યક્તિએ તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ કાયદાકીય છેતરપિંડી કે નુકસાન સાબિત ન થાય ત્યાં સુધી કોઈની આસ્થાને અંધશ્રદ્ધાનું લેબલ લગાવીને વિરોધ કરવો એ લોકતાંત્રિક નથી.
જાહેર મંચ પરથી હજારોની મેદની વચ્ચે અને ડિજિટલ માધ્યમોમાં ચાલતા જીવંત પ્રસારણમાં વ્યક્તિના જીવન વિશે અજાણી માહિતી કહેવી, સમસ્યાઓનો ઉકેલ બતાવવો અથવા ચમત્કારિક શક્તિઓનો સંકેત આપવો.. આ બાબતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચાસ્પદ બને છે. પ્રબુદ્ધ પ્રજા માટે આવી બાબતો નાટક-ઢોંગ હોય છે અને તેઓ તેને સીધી કે આડકતરી રીતે કદાપિ સ્વીકારતા નથી. અહીં વિરોધ ભક્તિનો નહીં, પરંતુ અંધભક્તિનો થતો હોય છે. બાબા બાગેશ્ર્વરના કિસ્સામાં પણ વિરોધ હનુમંત કથાનો નહીં, દિવ્ય દરબારનો થઈ રહ્યો છે. અને આ પહેલીવાર પણ નથી. વિરોધો વચ્ચે પણ રાજકોટ નહીં તો બીજે કશે કેટકેટલાય બાબાઓના દરબાર ભરાતા રહેવાના છે. કોઈ એક કે અમુક વ્યક્તિ તેને અટકાવી-રોકી શકે તેમ નથી. તેથી બાબા બાગેશ્ર્વરનો વિરોધ કરવો એ સમય અને શક્તિની બરબાદી સિવાય બીજું કશું નથી.
રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્ર્વરની કથામાં યોજાનારા દિવ્ય દરબારને લઈને કેટલાક વર્ગોમાં વિરોધના સ્વર ઉઠ્યા છે ત્યારે આ સમગ્ર મુદ્દાને ભાવનાત્મક નહીં પરંતુ તાર્કિક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. આજે જ્યારે યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અને ડિજિટલ દુનિયા તરફ આકર્ષાઈ રહી છે એ સમયે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જેવા વક્તાઓ પોતાની આગવી શૈલીથી લાખો યુવાનોને સનાતન સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રવાદ તરફ વાળી રહ્યા છે. વ્યસનમુક્તિ અને ગૌસેવા જેવા સામાજિક મુદ્દાઓ પર પણ તેમના મંચ પરથી સતત ભાર મૂકવામાં આવે છે. આવા આયોજનો સમાજને એકસૂત્રતામાં બાંધવાનું અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનું કામ કરે છે. બીજી તરફ આ પ્રકારના દિવ્ય ભવ્ય આયોજનમાં અરજી લગાવવાના – પર્ચા પઢવાના – ચમત્કાર બતાવવાના વિરોધ પાછળ આખીયે કથાનો વિરોધ અયોગ્ય છે. આયોજકો અને વિરોધ કરનારાઓએ મીડિયા કે સોશિયલ મીડિયામાં સામસામે આવ્યા વિના રૂબરૂ સીધો સંવાદ સાધીને મધ્યમ માર્ગ ચોક્કસ નીકાળી શકે, જેથી રાજકોટની જનતાને હનુમાનજીની કથાનો લાભ મળે.

વિરોધનો અધિકાર છે, અવરોધનો નહીં!

- Advertisement -

ભારતનું બંધારણ દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન, પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર આપે છે. જો કોઈ કાર્યક્રમ કાયદો અને વ્યવસ્થાને ભંગ કરતો ન હોય, હિંસા કે દ્વેષ ફેલાવતો ન હોય અને કાયદેસર પરવાનગીઓ સાથે યોજાતો હોય તો માત્ર વ્યક્તિગત અસહમતિના આધારે તેનો વિરોધ કરવો લોકશાહી ભાવનાને અનુકૂળ ગણાઈ શકે નહીં. બાબા બાગેશ્ર્વરને લાખો લોકો આધ્યાત્મિક વક્તા અને ધર્મ ગુરુ તરીકે માને છે. ઘણા લોકો તેમની કથાઓમાં ધાર્મિક શાંતિ, ભક્તિ અને જીવનમૂલ્યોનો અનુભવ કરે છે. કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સાથે સહમત ન હોવું અલગ બાબત છે પરંતુ અન્ય લોકોની આસ્થાને દબાવવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર પણ મહત્વનો છે. જો કોઈ વર્ગ બાબા બાગેશ્ર્વરના વિચારો સાથે અસહમત હોય તો તેઓ ચર્ચા, લેખન અથવા શાંતિપૂર્ણ રજૂઆત દ્વારા પોતાનો મત વ્યક્ત કરી શકે છે. કથાના આયોજકોએ કે કથામાં કરાતા ચમત્કારનો વિરોધ કરનારાઓએ મર્યાદા ચૂકવી ન જોઈએ. રાજકોટમાં યોજાનારી બાબા બાગેશ્ર્વરની હનુમંત કથા મામલે સંઘર્ષ નહીં પરંતુ સંતુલન સર્જાય એ જ સાચો માર્ગ બની શકે.

You Might Also Like

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
Next Article અમરેલીના વડીયામાં 4 શ્ર્વાને બાળકને ફાડી ખાધું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?