By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    5 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    5 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    5 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor
Last updated: 2026/06/13 at 3:25 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

યહા સિર્ફ તીન ચીજ હી ચલતી હૈ : અશ્લીલતા, અશ્લીલતા અને અશ્લીલતા

ભારતમાં સ્ટેન્ડઅપ કૉમેડીનો ઈતિહાસ દૂરદર્શન પર આવતા ગમ્મત ગુલાલ કાર્યક્રમ કરતા પણ જૂનો છે. સ્ટેન્ડઅપ કૉમેડીની શરૂઆત ૧૯૮૦ના દાયકામાં થઈ ચૂકેલી પરંતુ તે ૨૦૦૦ પછી મુખ્ય પ્રવાહમાં પ્રવેશી. સ્ટેન્ડઅપ કૉમેડિયન શરૂઆતમાં અંગ્રેજીમાં પર્ફોર્મ કરતા હતા પછી ધીમેધીમે હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં સ્ટેન્ડઅપ કૉમેડી શો શરૂ થયા. ૨૦૦૫માં ટીવી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જએ સ્ટેન્ડઅપ કૉમેડીની દિશા-દશા બદલી નાખી. આગળ જતાં ૨૦૧૦ પછીથી મેટ્રો-મેગા સિટીમાં ઓપન માઇક ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ્ડ થવા લાગ્યા. ૨૦૧૫માં એઆઈબી પોગ્રામ દ્વારા આયોજિત એક સેલિબ્રિટી રોસ્ટે સ્ટેન્ડઅપ કોમેડીને મુખ્ય પ્રવાહમાં પ્રવેશ અપાવ્યો જેનાથી ભારે વિવાદ પણ થયો. અને ત્યારબાદથી લઈ આજસુધી દેશમાં સ્ટેન્ડઅપ કૉમેડીયન દ્વારા કરાયેલી અશ્લીલ વાતો-હરકતો પર એક પછી એક વિવાદો થતા આવ્યા છે.એક સમય હતો જ્યારે સ્ટેન્ડઅપ કૉમેડી એટલે પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી રમૂજ, સામાજિક પ્રશ્નો પર કટાક્ષ અને જીવનની નાની-મોટી ઘટનાઓમાંથી જન્મતું નિર્દોષ હાસ્ય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટેન્ડઅપ કૉમેડીના એક વર્ગમાં બીભત્સ શબ્દપ્રયોગ, દ્વિઅર્થી સંવાદો અને સેક્સને કેન્દ્રમાં રાખીને રજૂ થતી સામગ્રીનો ભરપૂર ઉપયોગ થાય છે. વળી અશ્લીલતાનો આ અતિરેક અનફિલ્ટર્ડ હ્યુમર અથવા બોલ્ડ – ડાર્ક કૉમેડી તરીકે એવો પ્રચલિત બન્યો છે કે જાણે હાસ્ય માટે અશ્લીલતા અનિવાર્ય હોય! યહા સિર્ફ તીન ચીજ હી ચલતી હૈ : અશ્લીલતા, અશ્લીલતા અને અશ્લીલતા

- Advertisement -

સાચો સ્ટેન્ડઅપ કૉમેડીયન એ છે જે અશ્લીલતા ફેલાવ્યા વિના પણ પેટ પકડીને હસાવે છે, સત્તાને પ્રશ્નો પૂછે છે, સમાજને અરીસો બતાવે છે અને માણસને વિચારતા કરી મૂકે છે. હવે જો એની કૉમેડીનો આધાર માત્ર ડબલ મીનિંગ ડાયલોગ્સ અને સેક્સી સ્ટોરીસ બની જાય તો ગઈ ભેંસ પાની મે. સ્ટેન્ડઅપ કૉમેડીયન ઓડિયન્સને હસાવવા માટે પોતાના જ માતા-પિતા, મિત્રો કે પરિવારના સભ્યોની ગંદી મજાક ઉડાવવા લાગ્યા છે. કેટલીકવાર સ્ટેન્ડઅપ કૉમેડીયન માત્ર ફેમસ અને વાયરલ થવા માટે કોઈપણ હદ વટાવી દે છે તે આપણે જોતા આવ્યા છીએ. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, ઓડિયન્સમાંથી એક જણ વિકૃત વાત પર હસે છે ત્યારે બાકીના લોકો પણ એવું માની લે છે કે આ હસવા જેવું જ છે અને તેઓ પણ હસવા લાગે છે. આ પ્રકારની વિચારધારા જ સ્ટેન્ડઅપ કૉમેડીના નામે પીરસાતી વલગારીટીને પ્રોત્સાહન આપે છે.સ્ટેન્ડઅપ કૉમેડીયન દ્વારા ફેલાવાતા માનસિક પ્રદૂષણ અને કરાતી અસંસ્કારીતાની ઉલટીની સમાજ પર હાનિકારક અસર પડી રહી છે. યુવાનોની ભાષા અભદ્ર બની રહી છે, મહિલાઓ પ્રત્યેનો આદર ઘટી રહ્યો છે અને બાળકોનું વર્તન વિચિત્ર થઈ રહ્યું છે. જ્યારે ગંદી ગાળો અને વાહિયાત વાતો સામાન્ય મનોરંજન તરીકે સ્વીકારાઈ જાય ત્યારે તે સમાજના સાંસ્કૃતિક સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બને છે. જેમ મીડિયા પ્લેટફોર્મ માટે સેન્સરશિપ કે કન્ટેન્ટ ગાઈડલાઈન્સ છે તેમ સ્ટેન્ડઅપ કૉમેડી માટે પણ એક આકરી આચારસંહિતા હોવી જરૂરી છે. ખાસ કરીને જ્યારે આ કન્ટેન્ટ સોશિયલ મીડિયા દ્વારા કરોડો યૂઝર્સ સુધી સરળતાથી પહોંચી રહ્યું હોય.એક સારો વ્યંગ્યકાર સમાજની ખામીઓ પર પ્રકાશ પાડે છે. એક સારો હાસ્યકાર સામાન્ય ઘટનામાંથી અસામાન્ય રમૂજ શોધી કાઢે છે. પરંતુ જ્યારે મંચ પર વારંવાર એક જ પ્રકારના જાતીય સંકેતો, ગાળો અને અંગત જીવનની અતિશય ચર્ચા થવા લાગે ત્યારે હાસ્યનું સ્થાન સસ્તી લોકપ્રિયતા લઈ લે છે. ચીપ પબ્લિસિટી મેળવેલા કે મેળવવા માંગતા સ્ટેન્ડઅપ કૉમેડીયનએ ગંભીરતાથી સમજવું – સ્વીકારવું પડશે કે કૉમેડી માટે સેક્સ જરૂરી નથી, સર્જનાત્મકતા જરૂરી છે. આંનદ માટે અશ્લીલતા જરૂરી નથી, અવલોકનશક્તિ જરૂરી છે. ​વિશ્વના અનેક દિગ્ગજ કલાકારોએ સાબિત કર્યું છે કે દાંત કઢાવવા કે દાટ લગાવવા માટે બક@#$ની જરૂર નથી, બુદ્ધિની જરૂર છે. હાસ્ય, વ્યંગ, રમૂજ, કટાક્ષ એ હૃદયને હળવા કરવાના સાધન છે, મગજને પ્રદૂષિત કરવાના નહીં.

 શું સરકાર માત્ર પ્રેક્ષક બનીને તાળીઓ પાડતી રહેશે?

સમાજમાં હાસ્ય અને વ્યંગના નામે ફેલાવાતી અશ્લીલતા અને અસંવેદનશીલતા માત્ર મનોરંજનનો વિષય નથી રહ્યા પરંતુ એક સામાજિક સમસ્યા બની ગયા છે. કૉમેડીના નામે નાના-મોટાઓના મન-મગજમાં જાણ્યે-અજાણ્યે વલગારીટી પીરસાઈ છે ત્યારે પ્રશ્ન થાય છે કે, આ અંગે સરકારની ભૂમિકા શું છે? શું માત્ર સેન્સરશીપના નિયમો બનાવવાથી જવાબદારી પૂરી થઈ જાય છે? અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે જે રીતે સંસ્કૃતિનું અધઃપતન થઈ રહ્યું છે, તેના પર સરકારનું પ્રેક્ષક બનીને તાળીઓ પાડતું રહેવું એ કેટલા અંશે યોગ્ય? કાયદાઓ કાગળ પર રહેવાને બદલે અમલીકરણની અપેક્ષા રાખે છે. સરકારે સ્ટેન્ડઅપ કોમડિયન્સ પર લગામ લગાવવાની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પરની અશ્લીલ સામગ્રી સામે કડક વલણ દાખવવાની તાતી જરૂર છે. આફ્ટરઓલ સમાજની માનસિકતાનું પતન અટકાવવું એ પણ રાષ્ટ્રનિર્માણનો જ એક અંશ છે.

- Advertisement -

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ
Next Article આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?