By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    7 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    7 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    7 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    8 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    8 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    1 day ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    8 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 day ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    8 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 day ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
સ્પોર્ટ્સ

વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું

Khaskhabar Editor
Last updated: 2026/05/20 at 3:51 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

મિચેલ માર્શ માત્ર 4 રન માટે સદી ચૂક્યો, 96 રને આઉટ: લખનઉના 220 રનના વિશાળ સ્કોર સામે વૈભવના 10 છગ્ગા અને ધ્રુવ જુરેલની અણનમ ફિફ્ટીથી રાજસ્થાને 19.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20

- Advertisement -

IPL 2026માં મંગળવારે રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પહેલી બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં રાજસ્થાનની ટીમે 19.1 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને આ મસમોટો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો હતો. આ શાનદાર જીત સાથે રાજસ્થાનના 13 મેચોમાં 14 પોઇન્ટ્સ થઈ ગયા છે અને ટીમની પ્લેઑફમાં પહોંચવાની આશાઓ હજુ પણ જીવંત છે. બીજી તરફ, લખનઉની ટીમ પહેલા જ ટુર્નામેન્ટની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે.રાજસ્થાનના ઓપનર વૈભવ સૂર્યવંશીએ મેદાનની ચારેય તરફ ચોગ્ગા-છગ્ગાની આતશબાજી કરતા માત્ર 38 બોલમાં 93 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેની આ તોફાની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. કેપ્ટન યશસ્વી જયસ્વાલે પણ ટીમને શાનદાર શરૂઆત અપાવતા 23 બોલમાં 43 રન ફટકાર્યા હતા. આ બંને ઓપનરો વચ્ચે પહેલી વિકેટ માટે 75 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. ઓપનર્સ આઉટ થયા બાદ ધ્રુવ જુરેલે મધ્યક્રમમાં જવાબદારી સંભાળતા અણનમ 53 રન બનાવ્યા હતા અને ટીમને જીત મનગમતી મંઝિલ સુધી પહોંચાડી હતી. ડોનોવન ફરેરાએ પણ અંતમાં 10 બોલમાં 16 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. લખનઉની બોલિંગ સંપૂર્ણપણે નબળી જોવા મળી હતી, જેમાં આકાશ સિંહ સૌથી મોંઘો સાબિત થયો હતો અને તેણે 3 ઓવરમાં 54 રન લૂંટાવ્યા હતા. મોહસિન ખાન અને આકાશ સિંહને એક-એક વિકેટ મળી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા લખનઉ માટે મિચેલ માર્શ સદીથી માત્ર 4 રન દૂર રહી ગયો હતો અને 57 બોલમાં 96 રન બનાવીને રન આઉટ થયો હતો. તેની આ ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. બીજા ઓપનર જોશ ઇંગ્લિસે 29 બોલમાં ઝડપી 60 રન ફટકાર્યા હતા, જેમાં તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. ઇંગ્લિશ અને માર્શ વચ્ચે પહેલી વિકેટ માટે 109 રનની મજબૂત ભાગીદારી થઈ હતી.

ઈંઙકમાં વૈભવ સૂર્યવંશીનો જલવો: ઓરેન્જ કેપ સાથે તૂટ્યા અનેક ઐતિહાસિક રેકોર્ડ

236.32ના સ્ટ્રાઈક રેટથી આન્દ્રે રસેલ અને 53 સિક્સર સાથે ક્રિસ ગેલ પછી બીજા નંબરે

- Advertisement -

વૈભવ સૂર્યવંશી આઈપીએલની વર્તમાન સીઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે માત્ર ઓરેન્જ કેપ પર જ કબજો કર્યો નથી, પરંતુ અનેક ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યા છે. વૈભવે અત્યાર સુધી 13 મેચોમાં 44.53ની સરેરાશથી કુલ 579 રન બનાવ્યા છે, જેના કારણે તે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેની આક્રમક બેટિંગે વિરોધી બોલરોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. 500થી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં વૈભવનો સ્ટ્રાઈક રેટ 236.32 રહ્યો છે, જે ઈંઙક ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. તેણે 2019માં આન્દ્રે રસેલ દ્વારા બનાવાયેલા 204.8ના સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વૈભવે આ સીઝનમાં અત્યાર સુધી 53 છગ્ગા ફટકાર્યા છે અને હવે તે એક સીઝનમાં સૌથી વધુ સિક્સર મારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં માત્ર ક્રિસ ગેલ જ તેની આગળ છે, જેમણે 2012માં 59 સિક્સર ફટકારી હતી. એક જ ઇનિંગમાં 10 કે તેથી વધુ સિક્સર વૈભવે આ સીઝનમાં ત્રીજી વખત ફટકારી છે. આ મામલે હવે તેની આગળ માત્ર ક્રિસ ગેલ છે, જેમણે ચાર વખત આ સિદ્ધિ મેળવી હતી. વૈભવની આ ધમાકેદાર બેટિંગે તેને આ સીઝનનો સૌથી ચર્ચિત યુવા સ્ટાર બનાવી દીધો છે.

You Might Also Like

7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી

આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે

ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો

રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી

FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
Next Article રાજકોટનો નવો સાંઢિયા પુલ સંપૂર્ણ સુરક્ષિત, નમવાની વાત માત્ર અફવા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
સ્પોર્ટ્સ

આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?