ગયા વર્ષે પણ કોચિંગ સુધી પહોંચ્યું હતું લીક થયેલું પેપર
શિવરાજ રઘુનાથ શ્રીમંત અને ભણતરમાં સારા વિદ્યાર્થીઓને નિશાન બનાવતો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગઊઊઝ પેપર લીક કેસમાં નવા ખુલાસા થયા છે. ઈઇઈંને પુરાવા મળ્યા છે કે ગયા વર્ષે પણ ગઊઊઝનું પેપર પરીક્ષા પહેલાં મહારાષ્ટ્રના લાતુર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટર (છઈઈ) સુધી પહોંચ્યું હતું. કોચિંગ સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની પેપર લીક નેટવર્ક સાથે જૂની સાંઠગાંઠ પણ સામે આવી છે. તેની નેટવર્થ ₹1500 કરોડ હોવાનું કહેવાય છે.
મીડિયાએ આ કોચિંગમાંથી ગઊઊઝ 2025માં સફળ થયેલા વિદ્યાર્થીઓની તપાસ કરી. જેમાં 19 વિદ્યાર્થીઓનું અઈંઈંખજમાં સિલેક્શન થયું.
2 વિદ્યાર્થીઓનું અઈંઈંખજ દિલ્હી, 5નું હૈદરાબાદ અને 3-3નું ભોપાલ અને વારાણસી અઈંઈંખજમાં સિલેક્શન થયું. નાગપુર, દેવઘર, ગોરખપુર, રાજકોટ, રાયપુર અને મંગલગિરી અઈંઈંખજમાં પણ એક-એક વિદ્યાર્થી પહોંચ્યા.
સૂત્રો અનુસાર, મોટેગાંવકર એવા વિદ્યાર્થીઓને નિશાન બનાવતો હતો જેઓ આર્થિક રીતે સક્ષમ હોય અને ભણતરમાં સરેરાશ કરતાં સારા હોય. પરિવારજનો સાથે ડીલ કર્યા પછી તેમને રેગ્યુલર બેચમાં સામેલ કરવામાં આવતા હતા.
પરીક્ષા પહેલા છેલ્લા 15 દિવસમાં ‘વન-ઓન-વન મેન્ટરિંગ કોર્સ’ ચાલતો હતો. પેપર મળતા જ આ વિદ્યાર્થીઓને પ્રશ્ર્ન-જવાબ ગોખાવવામાં આવતા હતા. ઈઇઈંને આ સંબંધિત ઘણા વીડિયો પણ મળ્યા છે. ઈઇઈં અનુસાર, મોટેગાંવકર ઘણા વર્ષોથી પુણેની બ્યુટિશિયન મનીષા વાઘમારે દ્વારા પ્રો. પીવી કુલકર્ણી અને મનીષા માંઢરેના સંપર્કમાં હતો.
નેટવર્કમાં સામેલ ગુરુગ્રામના યશ યાદવે જયપુરના વિકાસ બિવાલને ગઊઊઝ પેપર વેચ્યું હતું. તેને પેપર નાસિકના શુભમ ખૈરનાર પાસેથી મળ્યું હતું.
₹15 લાખમાં પેપર વેચાયું હોવાની શંકા
ઈઇઈંએ 19 મેના રોજ નાગપુરના સેન્ટ્રલ એવન્યુ અને ઇતવારી વિસ્તારમાં બે વિદ્યાર્થીઓના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી મોબાઇલ ફોન, લેપટોપ, હસ્તલિખિત નોટ્સ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. બંનેએ આ વર્ષે ગઊઊઝ પરીક્ષા આપી હતી. ઈઇઈંને શંકા છે કે પુણે નેટવર્ક દ્વારા પ્રતિ વિદ્યાર્થી 15 લાખ રૂપિયાના હિસાબે લીક થયેલું પેપર વેચવામાં આવ્યું હતું. એજન્સીને બંને વિદ્યાર્થીઓના મનીષા વાઘમારે અને કેમેસ્ટ્રી લેક્ચરર પીવી કુલકર્ણી સાથે સંપર્કના સંકેતો મળ્યા છે.



