મારામારીમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં જીવરાજપાર્ક પાસે આવેલા રામ ટાઉનશીપમાં ફટાકડા ફોડવા બાબતે દંપતિએ યુવક સાથે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જીવરાજપાર્ક પાસે આવેલ રામ ટાઉનશીપમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના પોતાના ઘરે હતો. ત્યારે પડોશમાં રહેતા મિતલબેન અને તેના પતિએ રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામા ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં યશપાલસિંહ વાઘેલા ટાઉનશીપમા ચોથા માળે અને હુમલાખોર દંપતિ પહેલા માળે રહે છે. પડોશીના છોકરાઓ ફટાકડા ફોડતા હતા. જે બાબતે નિર્દોષ યશપાલસિંહ વાઘેલા સાથે દંપતિએ હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.



