વિદેશી દારૂની 3732 બોટલ કબજે: સપ્લાયરની શોધખોળ
શાપર વિસ્તારમાંથી એક શખ્સને કન્ટેનરમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા વિદેશી દારૂની બોટલ નંગ- 3732 કુલ મુદ્દામાલ રૂ .28,58,600 સાથે રાજકોટ રૂરલ એલસીબીએ એક શખ્સને ઝડપી લીધો હતો.કન્ટેનરમાં આરોપીઓએ ચોરખાનું બનાવી દારૂ સંતાડયો હતો.ઝડપાયેલા શખ્સની શોધખોળ કરવા તજવીજ આદરી છે.
પોલીસે બાતમીને આધારે કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળ ખાતે નેશનલ હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વાહન જુનાગઢ તરફ પસાર થવાનું જાણવા મળતા વોચ ગોઠવી કંન્ટેનર જીજે -15-એટી-2709 માં વિદેશી દારૂ ની બોટલ નંગ- 3732 કિ.રૂ.13,53,600 કન્ટેનર સાથે મળી કુલ રૂ.28,58,600 ના મુદામાલ સાથે ચાલક હેમારામ રેખારામ જાણી(જાટ) (ચૌધરી) (ઉ.વ.23) (રહે.સરલા ગામ તા.સેડવા જી.બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.દારૂના સપ્લાયરનું નામ જાણવા તેમજ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો એ અંગે હાલ ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરાઇ છે.
- Advertisement -



