ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને (DPEO) એક મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની શાળાઓમાં ધો. ૧ માં પ્રવેશ મેળવવા માટે બાલવાટિકા કે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
અનેક ખાનગી શાળાઓ દ્વારા ધો. ૧ માં પ્રવેશ આપતી વખતે બાળકોના પ્રી-કુલિંગનું સર્ટિફિકેટ માંગવામાં આવતું હતું અને વાલીઓ સર્ટિફિકેટ ન રજૂ કરી શકે તો પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે સ્પષ્ટ કર્યું છે કે RTE એક્ટની કલમ-૧૪ મુજબ કોઈપણ શાળા બાલવાટિકા કે પ્રી-સ્કૂલના સર્ટિફિકેટના અભાવે બાળકનો પ્રવેશ અટકાવી શકે નહીં. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે માત્ર બાળકનું બર્થ સર્ટિફિકેટ (જન્મ પ્રમાણપત્ર) અને નિર્ધારિત વય જ ધ્યાને લેવાની રહેશે.
- Advertisement -
જો કોઈ શાળા નિયમ વિરુદ્ધ જઈને સર્ટિફિકેટ માંગશે અને પ્રવેશ નહીં આપે, તો તેને RTE એક્ટનો ભંગ ગણવામાં આવશે અને સંબંધિત DEO-DPEO દ્વારા તે શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ શાળાઓને પણ સુચના આપવામાં આવી છે કે, આ નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે.




