9 મેથી નવા સમયની અમલવારી: ભૂપેન્દ્ર રોડ પર સ્થિત દાદાના દરબારમાં ભક્તોને આરતીનો લાભ લેવા મંદિરના મહંતોનું ભાવભર્યું આમંત્રણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના હૃદય સમાન ભૂપેન્દ્ર રોડ પર કરણસિંહજી હાઈસ્કૂલ પાસે બિરાજતા પ્રતાપી બાલાજી હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓ માટે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા ’જય બાલાજી’ ના નાદ સાથે ભક્તોને સૂચિત કરવામાં આવ્યા છે કે, વધતી ગરમી અને ઋતુ પરિવર્તનને ધ્યાને રાખી આગામી તારીખ 09/05/2026, શનિવારથી સંધ્યા આરતી હવે નિર્ધારિત જૂના સમયને બદલે દરરોજ સાંજે 7:15 કલાકે કરવામાં આવશે.
આ ફેરફાર અંગે મંદિરના મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી તથા કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, તમામ ધર્મપ્રેમી જનતા અને ભાવિક ભક્તોએ આ નવા સમયની ખાસ નોંધ લેવી. રાજકોટવાસીઓની આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરે દાદાના દિવ્ય દર્શન અને આરતીનો લાભ લેવા ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શનિવારથી ભક્તો નવા નિર્ધારિત સમયે આરતીમાં જોડાઈને ધન્યતા પ્રાપ્ત કરી શકશે.



