‘મામૂ’ સ્ટાઇલ અને હાસ્યસભર અંદાજથી ખેલાડીઓ અને પ્રેક્ષકોમાં ઉત્સાહ વધાર્યો
રાજકોટ ખાતે યોજાયેલી ‘ખાસ ખબર કપ 2026’ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ તે એક ભવ્ય ઉત્સવમાં પરિવર્તિત થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટની વિશેષતા બની રહ્યા આર.જે. વિનોદ, જેમણે પોતાની આગવી અને સરળ કોમેન્ટ્રી શૈલીથી સમગ્ર માહોલને જીવંત બનાવી દીધો હતો. ટુર્નામેન્ટની શરૂઆતથી જ આર.જે. વિનોદે પોતાના ‘મામૂ’ સ્ટાઇલ અને હાસ્યસભર શબ્દપ્રયોગોથી સ્ટેડિયમમાં હાજર હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની કોમેન્ટ્રી માત્ર રમતમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી પૂરતી નહોતી, પરંતુ તેમાં મનોરંજન અને ઉત્સાહનો પણ ઉમેરો હતો. ખાસ કરીને ફાઈનલ મેચ દરમિયાન, જ્યારે મેદાનમાં તણાવપૂર્ણ પળો સર્જાઈ રહી હતી, ત્યારે વિનોદના રમૂજી ટિપ્પણીઓ અને ખેલાડીઓને પ્રોત્સાહન આપતી શૈલીએ વાતાવરણને હળવું અને આનંદમય રાખ્યું હતું. તેમણે ખેલાડીઓના પ્રદર્શન સાથે તેમની મહેનત, સંઘર્ષ અને મેદાન બહારની રસપ્રદ વાતોને પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી. દરેક ઓવરમાં થતા ઉતાર-ચઢાવને તેમણે એવી જીવંત રીતે વર્ણવ્યા કે પ્રેક્ષકોને એક ક્ષણ માટે પણ બોર થવાનું કારણ ન મળ્યું. આ રીતે આર.જે. વિનોદની કોમેન્ટ્રી ‘ખાસ ખબર કપ 2026’ની સૌથી મોટી હાઇલાઇટ બની રહી, જેનાથી આ ટુર્નામેન્ટને એક અનોખી ઓળખ અને યાદગાર ક્ષણો મળી રહી છે.
- Advertisement -
DCP ઝોન-1 હેતલ પટેલ અને ખાસ-ખબરના મેનેજીંગ ડિરેક્ટર પરેશ ડોડિયા
ટુર્નામેન્ટના મુખ્ય આકર્ષણો
વિજેતા ટીમ: આર.આર. રિબડા (ઈનામી રકમ રૂ.2,00,000 અને ટ્રોફી).
- Advertisement -
રનર્સ-અપ ટીમ: એકતા ઇલેવન (ઈનામી રકમ રૂ.1,00,000).
મેન ઓફ ધ મેચ: જગત સરકાર (આર.આર. રિબડા).
મેન ઓફ ધ સિરીઝ: બિલાલ રાજપૂત (એકતા ઇલેવન – કુલ 108 રન).
બેસ્ટ બોલર: સૂરજ ભદોરિયા (એકતા ઇલેવન).
ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા
‘ખાસ-ખબર’ ન્યૂઝ તરફથી ખાસ પ્રાઇઝ
ટગજ તરફથી પરફ્યુમ
શ્યામ મોબાઇલના મહેશભાઇ મુલચંદાણી તરફથી ઇયર બડ્સ
જીયો માર્ટ ડિઝિટલના હિતેષભાઇ અંબાણી તરફથી ઇયર બડ્સ
કોર મોબાઇલના પિન્ટુભાઇ ભટ્ટ તરફથી ટ્રોલીબેગ
ઝાફર ટી તરફથી સ્પેશિયલ પ્રાઇઝ



