સેમીફાઇનલ માટે કુલ ચાર ટીમ ક્વોલિફાઇ થઇ હતી ત્યારે ડ્રો પધ્ધતિથી મેચ નક્કી કરાઇ હતી. ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં મહાવીર એલ.કે. સ્ટાર અને છઅછ રીબડા ટીમ વચ્ચે જ્યારે એકતા ઇલેવન અને બાલાજી ઇલેવન ટીમ વચ્ચે મેચનો નિર્ણય આવ્યો હતો. આજે જીત મેળવનાર બે ટીમ વચ્ચે કાલે ફાઇનલ મેચ રમાશે.
રાજકોટ વોર્ડ નં. 7ના ભાજપના ઉમેદવાર દર્શનભાઇ પેંગ્યાતરે પ્રેક્ષકો અને બાળકો સાથે સંવાદ કર્યો
- Advertisement -
રાજકોટમાં ખાસ ખબર કપ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતપ્રેમીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટ દરમિયાન વોર્ડ નં. 7ના ભાજપના ઉમેદવાર દર્શનભાઇ પેંગ્યાતર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રેક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉંઉ ઓપ્ટિકલના ઓનર લખનભાઇ સોનૈયા અને દર્શનભાઇ પેંગ્યાતરે ઉપસ્થિત પ્રેક્ષકો તેમજ નાના બાળકોને ચશ્માં આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલને કારણે ખાસ કરીને બાળકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને સમગ્ર મેદાનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.



