ટુર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ખાસ ખબર, ઉમિયા મોબાઇલ, ટગજ પરફ્યુમ, આઇ.કે.સિલેકશન, એપ્ટસ ફાર્મા અને જાફર ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા
‘ખાસ-ખબર’ કપ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
- Advertisement -
ખાસ ખબર કપ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટમાં વોર્ડ નં.7ના ભાજપના ઉમેદવાર દર્શનભાઇ પેંગ્યાતર, કેતનભાઇ જરીયા, દિલીપભાઇ જરીયા, જયુભાઇ રાઠોડ, સહદેવસિંહ ડોડિયા, ચંદુભા પરમાર, પ્રકાશભાઇ કણસાગરા, મનોજભાઇ ડોડીયા, ભરતભાઇ પોપટ, રશીકભાઇ દવે, રૂપેશભાઇ ડોડીયા, અમીરાજભાઇ ડોડીયા, વિશ્વરાજભાઇ ડોડીયા, કાર્તિકભાઇ જસાણી, વિશતભાઇ જસાણી, મયુરસિંહ ઝાલા, અજયસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, જયદિપસિંહ (કોઠારીયા) સ્ટેટ, દેવેન્દ્રસિંહ જાડેજા (વિરપુર સ્ટેટ), એક્સ આર્મી જયદેવભાઇ જોષી અને અલ્લાઉદીનભાઇ કારીયાણીયા ઉપસ્થિત રહ્યા હતા.‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોનૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
15મા દિવસના ચાર મેચના પરિણામ
એકતા ઇલેવન Vs R9 (ક્વાર્ટર ફાઇનલ)
- Advertisement -
ચોથા ક્વાર્ટર ફાઇનલ જંગમાં એકતા ઇલેવને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 139/4 રન બનાવ્યા હતા. ટીમના સ્ટાર બેટ્સમેન બિલાલ રાજપૂતે માત્ર 31 બોલમાં 61 રન ફટકારીને મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. R9 તરફથી જીત પટેલે મોંઘી બોલિંગ કરી હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી R9 ની ટીમ એકતાના બોલરો સામે લાચાર જણાઈ હતી અને મેચ હારી ગઈ હતી. બિલાલ રાજપૂતને તેમની શાનદાર ઇનિંગ માટે ’પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયા હતા.
સાંઝ-AB Vs નાના રાજા
પ્રી-ક્વાર્ટર મુકાબલામાં સાંઝ-AB સ્ટાર બંગાળીએ પ્રથમ બેટિંગ કરતા 123 રન કર્યા હતા. હાર્દિક પટેલે માત્ર 22 બોલમાં 53 રન (6 છગ્ગા) ઝૂડી કાઢીને ટીમ માટે જીતનો પાયો નાખ્યો હતો. નાના રાજા તરફથી રવિ સાગઠીયાએ 41 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતી ન હતી. હાર્દિક પટેલને ’મેન ઓફ ધ મેચ’ નો એવોર્ડ મળ્યો હતો.
બાલાજી ક્લબ vs સાંઝ-AB (ક્વાર્ટર ફાઇનલ)
ક્વાર્ટર ફાઇનલના મહત્વના મુકાબલામાં બાલાજી ક્લબે શિસ્તબદ્ધ બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગના જોરે સાંઝ-ABને હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. આ મેચમાં અશફાક રબાડા અને શ્રેયસ કદમે પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
એકતા ઇલેવન Vs માર્વેલ-B
દિવસની બીજી મેચમાં એકતા ઇલેવને બેટિંગમાં તરખાટ મચાવતા 10 ઓવરમાં 154 રનનો સ્કોર બનાવ્યો હતો. મહેશ બારેર અને યોગેશની જોડીએ માર્વેલ-B ના બોલરોની બરાબરની ધુલાઈ કરી હતી. ધનંજય નાયકને તેમના શાનદાર ઓલરાઉન્ડર દેખાવ બદલ ’મેન ઓફ ધ મેચ’ થી નવાજવામાં આવ્યા હતા.



