ચૂંટણી તંત્ર ઉમેદવારો માટે તમામ વસ્તુના ભાવ જાહેર કરાયા
મોંઘવારી છતાં અમુક
આઈટમના ભાવ ઉંચા-નીચા રાખતા ઉમેદવારોમાં કચવાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખ જાહેર થયા બાદ ચૂંટણી લડતા રાજકીય પક્ષના ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કિ કરવામાં આવી છે. આ માટે ચૂંટણી તંત્રએ ચુંટણીમાં ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.અલબત જે ભાવ જાહેર કરવામાં આવ્યા છે તે લોકસભાની ચૂંટણી મુજબ જ ભાવ નક્કિ કરવામાં આવતા સ્થાનીક સ્વરાજના ઉમેદવારોનો ખર્ચ એક સભા, રેલીમાં ખર્ચાય જાય તેટલો થાય છે. અચરજની બાબત એ છે કે, લોકસભાના ઉમેદવારની વ્યક્તિગત ખર્ચની મર્યાદા 80 લાખની છે જયારે તેની સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના ઉમેદવારની ખર્ચની મયાર્દા 2.25 લાખથી લઈ 9 લાખ રૂપિયા સુધી જ નક્કી કરવામાં આવી છે. એટલે કે, 10થી 30 ગણો ઓછો નક્કી કરવામાં આવતા સ્થાનીક સ્વરાજના ઉમેદવારોમાં ભારોભાર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આશ્ચર્ય છે કે, ચુંટણીમાં સૌથી વધુ દોડાદાડી કરવા અને સ્કુટર રેલીમાં બેથી 3 રૂપિયામાં એક કિલોમીટર ચાલે અને 5થી 6 રૂપિયામાં કાર એક કિલોમીટર ચાલે તેવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે યુદ્ધની અસરથી અનેક ગેસના બાટલાની તંગીના કારણે બાટલા વગર નાસ્તાગૃહ બંધ થઈ ગયા છે.
ચૂંટણીમાં કાર્યકરોને જમાડવા માટેનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. સાંજની થાળી 100 રૂપિયામાં અને મીઠાઈ અને ભજીયા સાથે 110 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં મંડપ, જાહેરસભામાં પંખાના 80 રૂપિયા, એરકન્ડિશનીંગ મશીનના 1919 રૂપિયા, બે ટનના એસીના 3535 રૂપિયાનો સૌથી વધુ ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
સરકારી તંત્ર દ્વારા મંડપની વિવિધ વસ્તુઓના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તે વર્તમાન સ્થિતિએ ઘણાબધા વધુ હોવાનો કચવાટ સર્જાયો છે કારણકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારનો વ્યક્તિગત ખર્ચ એકદમ મર્યાદિત જ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. તેની સાપેક્ષમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલેક્ટર તંત્રને જે ભાવ આપવામાં આવ્યા છે તે અનેક ગણા વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જમણવાર અને નાસ્તાને બાદ કરતા જે ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેની ગણતરી કરવામાં આવે તો ઉમેદવારના એક જ ખર્ચમાં આ તમામ રકમ વપરાય જાય તેમ છે.
ખાસ કરીને જાહેર સભા સ્થળે શેતરંજી પાથવાનો અને યુટ કાર્પેટ એક ચોરસ મીટરનો ખર્ચ 4.95, એગ્રો નેટ વાપરવાનો એક ચોરસ મીટરનો 21 રૂ.. વીઆઈપી ગાદી વાળી ખૂરશીનો એક નંગનો ભાવ 105 રૂ.. સભાસ્થળે રોસ્ટમ (મંચ) ચડવા માટેની સીડી, પગા, રેલીંગ સાથે એક નંગના 205 રૂ., નેચરલ બુકે ઉભા કરવાનો 350 રૂ., ખાદીના રૂમાલ સાથે ફૂલના બૂકેનો ખર્ચ 200 રૂ., આર્ટીફિશિયલ ફ્લાવર્સ પ્રતિ બે મીટરનો 95 રૂ. નેચરલ ફ્લાવરનો પ્રતિ બે મીટરનો 225 રૂ., પોડીયમનો 1500 રૂ.. વીઆઈપીના ફૂલના હારનો 200 રૂ.. ગોળ તકીયા પાંચ રૂ.. 500 નક્કી કરાયો છે.
મંડપ અને હાઈટેક પ્રચારના ઉંચા ભાવ
પ્રચાર સભાઓ માટે વપરાતી સામગ્રીના ભાવ ઉમેદવારોનું બજેટ ખોરવી નાખે તેવા છે
કઊઉ ટીવી: ₹1,250 (પ્રતિ નંગ)
સાઉન્ડ સિસ્ટમ: ₹4,500
લાઈવ ટેલીકાસ્ટ: ₹51,000
ટઈંઙ ખુરશી: ₹105 (પ્રતિ નંગ)
નેચરલ બુકે: ₹750
ડીજે પાર્ટી (વાહન સાથે): ₹10,000



