બારોબાર કાર વેચી નાખતા શખ્સની ધરપકડ : 21 લાખની પાંચ કાર કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને જૂની ફોર વ્હીલ લે-વેચનો વ્યવસાય કરતા એક પ્રૌઢ સાથે તેના જ મિત્રએ વિશ્વાસઘાત કરી, બનાવટી દસ્તાવેજોના આધારે કાર વેચી બેન્કમાંથી લોન પોતાના એકાઉન્ટમાં જમા લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા રાજકોટ જઘૠએ આરોપી આનંદ ઉર્ફે અમિત ખખ્ખરની ધરપકડ કરી 21 લાખની પાંચ કાર સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એસ એમ જાડેજાની ટિમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે કાર ઠગાઈના ગુનામાં વોન્ટેડ ચીટર આનંદ ઉર્ફે અમિત ખખ્ખર ઉ.29ની ધરપકડ કરી હતી આનંદ જૂની ગાડી લે વેચનું કામ કરે છે જે પોતે ગુજરાત અને ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી કાર વેચવા માટે લાવતો હતો અને તેમાં પોતે મૂળ માલિકને ફોસલાવી ઓરીજીનલ છઈ બુક મેળવી બાદમાં તેની ડુપ્લીકેટ કોપી બનાવી મૂળ માલિકની નજર ચૂકવી ઓરીજીનલ છઈ બુક મેળવી લેતો હતો ત્યાર પછી ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી કાર ઉપર લોન પણ મેળવી લેતો હતો જેની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં લઇ ગાડીના માલિક સાથે છેતરપિંડી આચરતો હતો.
હાલ પોલીસ તેની ધરપકડ કરી તેની પાસેથી કુલ અલગ અલગ કંપનીની 5 કાર અને એક મોબાઈલ મળી કુલ 21.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આનંદ જે લોકો પોતાની જૂની કાર વહેચવા માંગતા હોય તેનો સંપર્ક કરતો અને તેમની પાસેથી ગાડીની છઈ બુકના ફોટા મંગાવતો હતો બાદમાં તેના ઉપરથી ડુપ્લીકેટ કલર છઈ બુક બનાવી અને બાદમાં વાહન માલીકને રૂબરૂ મળી છઈ બુક જોવા માટે માંગી અને બાદમાં મૂળ માલિકની નજર ચૂકવી કોઈ પણ રીતે છળકપટથી ઓરીજનલ છઈ બુક પોતે મેળવી લેતો હતો બાદમાં ડુપ્લીકેટ છઈ બુક વાહન માલીકને પરત આપી દેતો હતો.
આ પછી ટી.ટી.ઓ ફોર્મમા પણ બનાવટી સહી કરી ગાડી ઉપર બેન્કમાંથી ગાડી લેનાર ગ્રાહકના નામે લોન મેળવી તે લોન પોતાના ખાતામા જમા કરાવી લેતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા અને ઊંડાણ પૂર્વક તપાસ માટે તજવીજ હાથ ધરી છે.
ઠગાઇથી મેળવેલી કાર અંગે ફરિયાદ નોંધાઈ
રાજકોટના ધરમનગરમાં રહેતા કાર બ્રોકર બકુલભાઈ રાઠોડએ આરોપી આનંદ ઉર્ફે અમિત સામે ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રૈયા ચોકડી પાસે ગેરેજ ધરાવતાં મિત્ર નયનભાઈ સાવલીયા પાસેથી કાર ખરીદવાની વાત થઈ હતી. જેના મૂળ માલીક ભાવેશ મકવાણા હતા. કાર અકસ્માતમાં ટોટલ લોસ થતાં નરોત્તમભાઈએ ખરીદી હતી. જેની પાસેથી નયને ખરીદી હતી. આ કાર 2.35 લાખમાં લેવાનું નક્કી કર્યું હતું કાર વેચવાની જવાબદારી મિત્ર આનંદ ઉર્ફે અમિતને સોંપી હતી. થોડા દિવસો પહેલાં આનંદને કારના ડોકયુમેન્ટસ મોબાઈલમાં મોકલી દીધા હતા. જોકે ફોટા બરાબર નથી તેમ કહી ડોકયુમેન્ટ રૂબરૂ મંગાવી તેના ફોટા પાડી લીધા હતા આ પછી તે કાર એસઓજીએ કબજે કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે આનંદે કારના મૂળ માલીક ભાવેશભાઈની ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી કાર શેખ શાહરુકમીયા નજુમીયાને 2.82 લાખમાં વેંચી દીધી હતી એટલું જ નહીં તેને કારના 2.35 લાખ પણ આપ્યા ન હતા.



