રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રો પરથી 80,248 વિદ્યાર્થી ધોરણ 10 અને 12ની પરિક્ષા આપી
સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર વર્ગ 1 અને 2ના અધિકારીઓને નિરીક્ષણ માટે મુકાયા: દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે એક કલાકનો સમય વધારે અપાયો
- Advertisement -
કલેક્ટર ડો. ઓમ પ્રકાશ ન્યૂ એરા સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા
ફૂલ આપી જઙ વિજયસિંહ ગુર્જરે બોર્ડના વિદ્યાર્થીઓને પાઠવી શુભકામનાઓ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ ગઇ છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રો પરથી 80,248 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી રહ્યા છે. ધો-10માં પ્રથમ ભાષાના પેપરથી પરિક્ષાનો પ્રારંભ થયો હતો. રાજકોટમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે ગીત સાથે આવકાર અપાયો હતો. વિદ્યાર્થીઓને તિલક કરી ફૂલ આપી મોઢું મીઠું કરાવી પ્રવેશ અપાયો હતો. રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ આજે ન્યુ એરા સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને આવકારવા માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની સાથે વાત કરી. તેઓ ખૂબ જ કોન્ફિડન્ટ છે અને તેમને જોઈએ ત્યારે ચોક્કસપણે આપણું બાળપણ યાદ આવી જાય. કલેકટરે પોતે જ્યારે બોર્ડની પરીક્ષા આપી ત્યારે નર્વસ હતા કે કેમ તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, સામાન્ય વાત છે કે બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં બધા નર્વસ જ હોય છે. વિદ્યાર્થીઓને સંદેશો આપવાનું કે આખું વર્ષ આપે મહેનત કરી છે જેથી કોઈપણ પ્રકારનો સ્ટ્રેસ રાખવાની જરૂર નથી અને અહીં તણાવ મુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવેલો છે. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર વર્ગ 1 અને 2ના અધિકારીઓને નિરીક્ષણ માટે મૂકવામાં આવ્યા છે. પરીક્ષાર્થી ગેરરીતિમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ ઈઈઝટથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહી હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે એક કલાકનો સમય વધારે આપવામાં આવશે.



