રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ કૌશિકભાઈ ચાવડાએ ‘ખાસ ખબર’ કાર્યાલયની મુલાકાત લીધી હતી,
ખાસ-ખબર ન્યૂઝના એમ.ડી. પરેશભાઇ ડોડિયાએ તેમને શુભેચ્છા પાઠવી હતી
- Advertisement -
2005થી વોર્ડ સ્તરે સક્રિય કાર્યકર તરીકે જોડાયા બાદ સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવી
નાડોદા રાજપૂત સમાજનું ગૌરવ: કૌશિકભાઈ ચાવડાની નિમણૂકને અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ વધાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ નવનિયુક્ત સંગઠનમાં સેવાના સમીકરણોને ધ્યાને રાખીને સક્ષમ ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે.
જેમાં નાડોદા રાજપૂત સમાજના કર્મઠ અગ્રણી અને વર્ષોથી ભાજપ પક્ષ માટે સમર્પિત કૌશિકભાઈ ચાવડાની રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. કૌશિકભાઈ ચાવડા છેલ્લા બે દાયકાથી ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની રાજકીય સફર પાયાના સ્તરેથી શરૂ થઈ હતી. રાજકીય કારકિર્દીની સાથે કૌશિકભાઈ વ્યવસાયિક ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે. તેઓ ’એસ્કોર્ટ સિક્યોરીટી સર્વિસ’ ના ઓનર છે. આ ઉપરાંત, તેઓ વ્યવસાયિક સંગઠન ’સૌરાષ્ટ્ર કચ્છ સિક્યોરીટી એસોસિયેશન’ માં ઉપપ્રમુખ તરીકે પણ કાર્યરત છે.
નાડોદા રાજપૂત સમાજના પ્રતિનિધિ તરીકે કૌશિકભાઈની વરણી થતા સમાજના અગ્રણીઓ અને વોર્ડ નં. 7 ના કાર્યકર્તાઓ દ્વારા તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ નિમણૂંકથી આગામી સમયમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત અને વેગવંતું બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. કૌશિકભાઈ ચાવડા છેલ્લા બે દાયકાથી ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત પાયાના સ્તરેથી થઈ હતી. વર્ષો સુધી સંગઠનના વિવિધ કાર્યોમાં સક્રિય રહીને તેમણે પક્ષની વિચારધારાને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની આ લાંબી અને નિષ્ઠાવાન સફરને ધ્યાને રાખીને પક્ષ દ્વારા તેમને શહેર કક્ષાની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથે શુભેચ્છા મુલાકાત
રાજકીય કારકિર્દી
વર્ષ 2005: વોર્ડ નં. 7 માં એક સામાન્ય કાર્યકર્તા તરીકે ભાજપમાં જોડાયા અને સંગઠનની કામગીરી શરૂ કરી.
વર્ષ 2015: પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાને રાખી તેમને બક્ષીપંચ મોરચાના વોર્ડ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી.
વર્ષ 2022: વોર્ડ નં. 7 ના પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું.
વર્ષ 2026: હવે તેમની અનુભવ અને કાર્યદક્ષતાને જોતા શહેર ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.



