જનરલ મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક સહિતની સેવાઓ હવે એક જ છત નીચે ઉપલબ્ધ
વજુભાઈ વાળા, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા અને સંતો-મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં તબીબી ક્ષેત્રે એક નવા સોપાન સમાન ’ભાગ્યલક્ષ્મી હોસ્પિટલ’નો શુભારંભ થવા જઈ રહ્યો છે. ’શ્વાસ તમારો વિશ્વાસ અમારો’ ના ધ્યેય સાથે શરૂ થઈ રહેલી આ હોસ્પિટલનું ઉદ્ધાટન તા. 18-1-2025ને રવિવારે રાખ્યું છે. આ હોસ્પિટલ પ્રિઝમ સ્કવેર, ત્રીજો માળ, 3/4, કોલેજવાડી ખૂણો, કાઠિયાવાડી જીમખાનાની બાજુમાં, રાજકુમાર કોલેજના મેઈન ગેટ સામે, રાજકોટ ખાતે કાર્યરત થશે. શુભેચ્છક તરીકે ડો. દિશા જીજ્ઞેશ ભીમાણી, ડો. ઈશીતા કેલ્વિન વૈષ્નાણી, ડો. માનસી રાહુલ પટેલ તથા દીવા, આધ્યા, સાર્થ, શ્લોક અને આધ્યા છે.
જ્યારે નિમંત્રક તરીકે ગોવિદભાઈ કાનગડ, બળદેવભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મગનલાલ વૈષ્નાણી, અરૂણભાઈ ભીમાણી, વિનુભાઈ પટેલ, સરોજબેન કાનગડ, ચેતનાબેન પટેલ, રક્ષાબેન પટેલ, અનસુયાબેન વૈષ્નાણી, અનસુયાબેન ભીમાણી અને સવીતાબેન પટેલ છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર : 9776767646 અને 9776767665 પર કરી શકાશે.
7 દિવસ ઉપલબ્ધ રહેશે
ક્ષ મેડીસીન અને ક્રિટિકલ કેર વિભાગ : બીપી, ડાયાબિટીસ, થાઈરોઈડ, દમ, અસ્થમા, મગજના રોગો (વાઈફીટ, લકવો, મગજનો તાવ), હૃદયના રોગો (હૃદયનો હુમલો, હૃદયની ફરતે પાણી ભરાવું), રડી-ઈકો, ઈસીજી, ઝેરી દવા અને સર્પદંશની સારવાર.
ક્ષ સર્જીકલ વિભાગ : લેપ્રોસ્કોપી, એપેન્ડીક્સ, પિતાશયની પથરી, સારણગાંઠ, આંતરડાનું કાપું, હરસ, મસા, ભગંદર, ડાયાબિટીક ફૂટ, હાઈ રિસ્ક પેશન્ટની સર્જરી વગેરે.
ક્ષ ઓર્થોપેડિક વિભાગ : ન જોડાયેલ અને રસી (ઈન્ફેક્શન) વાળા હાડકાની સર્જરી, સરળ અને જાટિલ ફેકચર, સાંધા બચાવવા અને બદલવાની સર્જરી, કોસ્મેટિક સર્જરી (ઊંચાઈ વધારવી), કારખાનામાં થતી ઈજાની સર્જરી.
ક્ષ આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી વિભાગ : ખંભા અને ઘૂંટણના તૂટેલા સ્નાયુ તથા ફાટેલી ગાદીની દૂરબીનથી સારવાર, અડધો ઘૂંટણ બદલવાની સર્જરી (યુકેએસ), ગોઠણના એલાઈમેન્ટની સર્જરી, શોલ્ડર રિપ્લેસમેન્ટ,
ક્ષ લેબોરેટરી : થાઈરોઈડ, કોલેસ્ટરોલ, કિડની, ડાયાબિટીસ, બી12, ડી3 વગેરે રીપોર્ટ.
ક્ષ અન્ય સુવિધાઓ : ઓપીડી વેઈટીંગ એરીયા, ફાર્મસી સ્ટોર, આઈસીયુ, ઓપરેશન થિયેટર, સેમી સ્પેશિયલ તથા સ્પેશિયલ રૂમ અને જનરલ વોર્ડ.



