પાંચ વર્ષ સુધી દાગીનાનો ઓર્ડર આપી વિશ્વાસ કેળવ્યા બાદ વિશ્વાશઘાત કર્યો
31 કિલો ચાંદી મંગાવી ધુમ્બો મારી દેનાર શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરતી પોલીસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સોની બજારમાં ચાંદીના દાગીના હોલસેલમાં બનાવવાની પેઢી ધરાવતા વેપારી પાસેથી 13.50 લાખનું ચાંદી મંગાવી પેમેન્ટ નહિ આપી છેતરપિંડી આચરનાર મહારાષ્ટ્રના શખ્સ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે 5 વર્ષ સુધી વેપાર કરતા મહારાષ્ટ્રના શખસે વિશ્વાસ કેળવી, શીશામાં ઉતારી 13.49 લાખની છેતરપીંડી આચરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના અમીન માર્ગ પર આવેલ તપોવન સોસાયટીમાં રહેતા અને સોનીબજારના માંડવી ચોક પાસે “આર. કે. સિલ્વર નામે ભાગીદારીમાં પેઢી ચલાવતા રણજીતભાઈ ખેંગારભાઈ વાઢેરએ મહારાષ્ટ્રના દેવીલાલ વાઘારામ માલી સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે દેવીલાલ મહારાષ્ટ્રના આષ્ટાગામમાં “અર્બુદા સિલ્વર જવેલર્સ” નામે પોતાની દુકાન ધરાવે છે. જેથી અમે છેલ્લા પાંચેક વર્ષથી બંને પરિચીત છીએ તે અમને ઓર્ડર આપતો જેથી અમે ચાંદીના દાગીના બનાવી આપતા તેનું પેમેન્ટ તે સમયસર ચુકવતો હતો ગત મે-2024માં આ શખસે 18 કિલો 104 ગ્રામ ચાંદીના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો. જેના રૂપિયા 8.06 લાખ થતા હોય તેમાંથી માત્ર 4.22 લાખનું પેમેન્ટ મોકલ્યું હતું.
બાદ ફરિ 9.65 લાખના 17 કિલોના દાગીના કુરિયર મારફતે મંગાવ્યા હતા આગળના અને આ મળી કુલ 13.49 લાખ વેપારી પાસેથી લેવાના નીકળતા હતા જેની માંગણી કરતા વાયદાઓ આપતો હતો જેથી કંટાળીને મહારાષ્ટ્ર જઈને રૂબરૂ પૈસાની ઉઘરાણી કરતા ત્યારે પણ વાયદાઓ જ આપ્યા હતા પૈસા કે દાગીના નહિ આપતા છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ બી વી બોરીસાગર સહિતની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



