મે-જૂન 2027માં બુલેટ ટ્રેન દોડશે- અશ્વિની વૈષ્ણવ
અગાઉની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોઈલેટ ના બનાવી શકી, અમે ચીપથી શિપ સુધી બનાવી શકીએ છીએ: PM મોદી
- Advertisement -
આજે ગુજરાતની લેબોરેટરીમાં મોદીની રેમ્પની રાજનીતિનો પ્રયોગ. વડોદરામાં PM મોદીનું ખાસ Y આકારના સ્ટેજ રેમ્પ વોક કરીને GEN-Zને મળ્યા હતા. હીરા બાના લાલ મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી ગીતથી મોદીનું સ્વાગત કરાયું. મોદીએ GEN-Zને સંબોધન કરતાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું, નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે, ૨૦૧૪થી અત્યાર સુધી ૫૦,૦૦૦ આધુનિક રેલ કોચ બનાવ્યા. જુની સરકાર ૧૦ વર્ષમાં ૫૦ હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે- આવતા વર્ષે મે-જૂનમાં બુલેટ ટ્રેન દોડશે. MS યુનિવર્સિટી ગ્રાઉન્ડના કાર્યક્રમ દરમિયાન રૂ. ૩૫,૨૦૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. મોદીએ કહ્યું કે, વિકસિત ભારતની યાત્રાને વધુ ગતિ આપવા માટે આપની વચ્ચે આવ્યો છું. અહીં હજારો કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ વિકાસ પર્વ માટે જે સેવા ભાવ સાથે વડોદરામાં
સ્વચ્છતાથી સ્વાગત અભિયાન ચલાવ્યું છે, તેના માટે હું વડોદરાના દરેક નાગરિકનો અભિનંદન કરું છું. તેની સરાહના કરું છું. મેં કાલે વડોદરાનો એક વીડિયો જોયો ખૂબ ગર્વ અનુભવ્યો, મારા વડોદરાના તમામ લોકોને અભિનંદન.
વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીની શહેર છે. આજે ફ્રેડ કોરીડોરની અંતિમ કડીઓ જોડાઈ ગઈ છે. આજે ૨૮૦૦ કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો. આ કોરિડોર આ વાતનું સાક્ષી છે કે વિતેલા ૧૨ વર્ષમાં દેશની કામ કરવાની પધ્ધતિ કેવી રીતે બદલાઈ છે. આ કોરિડોર માટે ર૦૦૪ માં વિચાર શરૂ થયો હતો. એટલે કે ત્યારે કદાચ અહીં બેઠેલા પૈકી કેટલાકનો જન્મ પણ નહીં થયો હોય. ૨૦૦૬માં કંપની બની અને બાદમાં ૨૦૧૪માં ફાઈલો એક ટેબલથી બીજા ટેબલ ફરતી રહી. ૨૦૧૪માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલી આપ્યો. ૭-૮ વર્ષમાં એક કિમી ફ્રેથ કોરિડોર પર કામ થયું ન હતું. અગાઉની સરકાર મુજબ દેશ ચલાવતા તો ત્રણ ચાર પેઢી નીકળી જાત. ૨૦૧૪ બાદ મને અહીંથી હું જે ભણીને ગયો હતો ત્યાં પહોંચી ને એ કામને ગતિ આપવાનું કામ શરૂ કર્યું. ૨૫૦૦ કિમીની કામ આજે પૂર્ણ કરી બતાવ્યું છે. આ ફ્રેડ કોરિડોર દેશના વેપારનો મુખ્ય આધાર બની રહ્યું છે. આ કોરિડોર વિકસિત ભારતની જીવન રેખા છે. આના થકી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની કાયાકલ્પ થઈ છે. આજે પૂર્વી અને પશ્ચિમી ફ્રેડ કોરિડોર પર ૪૩૦થી વધુ માલગાડી ચાલે છે. પહેલા જે માલગાડી સાડા છ કલાકમાં ૧૦૦ કિમીની યાત્રા કરતી હતી તે હવે તેનાથી અડધા સમયમાં યાત્રા પૂર્ણ કરશે. જ્યાં ટ્રકથી સામાન મોકલવા ૩૦ કલાક લાગતા હતા તેના પર હવે ૧૦થી ૧૨ કલાક લાગશે. હાલમાં JNPTથી વડોદરા સુધી ડબલ ડેકર માલગાડી ચલાવવામાં આવી. આ ગાડી ચાલવાથી એક વાર નહી ૨૫૦થી વધુ ટ્રક જેટલો સામાન મુંબઈથી વડોદરા પહોંચ્યો. હવે જે જે નારાજ ફુફાજી છે તે બૂમો પાડશે કે ટ્રક ચાલકનું શું થશે. પણ હવે મોટી માત્રામાં સામાન એક સ્થળથી બીજા સ્થળે પહોંચી શકશે.
આજે અનેક નવી ટ્રેન શરૂ થઈ છે. નવી ટ્રેનો થકી વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુરના લોકોને સુવિધા મળશે. દેશમાં કરોડો લોકો માટે ચીજવસ્તુઓ બને છે ત્યારે લોકોનું જીવન સુધરે છે. આ વર્ષે રેલ બજેટ પોણા ત્રણ લાખ કરોડથી વધુ છે, જે પાછલા વર્ષો કરતા અનેક ગણું મોટું છે. રેલવે હજારો નવા રોજગાર બનાવી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા બાદ તેની આસપાસ નવા ઉદ્યોગો આવે છે. હવે આ વડોદરા શહેર દેશનું પહેલા મેડ ઈન ઈન્ડિયા ફ્લાઇટ ના મેન્યુફેક્ચર માટે જાણીતું બન્યું છે. આ ગૌરવ બદલ વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન. ભારતે એક દશકમાં ભારત રેલ કોચ, મેટ્રો કોચ અને એન્જિન બનાવવામાં પહેલકરી છે. ૨૦૧૪ પછી હાલ સુધીમાં ૫૦ હજાર આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જુની સરકાર ૧૦ વર્ષમાં ૫૦ હજાર ટોયલેટ પણ બનાવી શકતી ન હતી.આત્મનિર્ભરતાની આખી ચેઈન ભારતમાં ભારતમાં જ બનશે કડાણા ડેમ પર સોલાર પ્લાન્ટ પ્રોજેટ છે. અગાઉના વર્ષોમાં સોલાર પ્રોજેક્ટ લગાવવું ખૂબ મોંઘુ હતું. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં ભારતમાં જ પીવી મોડ્યુલ બનાવવાનું શરૂ કર્યું. હાલમાં ૨૦૦ ગીગાવોટ મોડયુલ બનાવી શક્યા છે. ગુજરાતના ૧૧ લાખ પરિવાર પીએમ સોલાર યોજના હેઠળ લાભ લઈ ચૂક્યા છે. જૂઠાણું ફેલાવનાર તો દરેક ચોરાહે મળી જશે. ભારતનો યુવાન સત્યની હુંકાર સાથે ચાલે છે. આવનાર દિવસમાં દરેક વસ્તુ વીજળીથી ચાલશે. ભારતે આવનાર દિવસમાં ઈકો સિસ્ટમ મજબૂત બનાવવા કામ કરવું પડશે. હાલમાં યુરેનિયમ માટે સમજૂતી કરવામાં આવી રહી છે જે યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે. હાલમાં ડિગ્રી સાથે સ્કીલ પણ જરૂરી બની ગયું છે. આજે શિક્ષણ નીતિમાં નવા રૂપમાં ફેરવી રહ્યા છે. મે લાલ કિલ્લાથી બે ઘોષણા કરી હતી. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન ફ્રી કોચિંગ આપવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી છે. AIના માધ્યમથી અનેક ક્ષેત્રમાં કામ થઈ શકે છે. સરકાર યુવાનો માટે નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતને ૨૦૪૭સુધીમાં વિકસિત બનાવીને જ રહેવાનું છે. મોદીએ ગુજરાતીમાં કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું કરું તેવો સંકલ્પ કરીએ, દિવાળી ચકાચક જાય.. ધન્યવાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સંબોધન પૂર્ણ કર્યું.




