ગિરિરાજ હોસ્પિટલનો 18 વર્ષના વિશ્વાસની ઉજવણીને સમાજના સ્વાસ્થ્ય સાથે જોડવાનો અનોખો પ્રયાસ
OPD કન્સલ્ટેશન પર 18 ટકા ડિસ્કાઉન્ટ, માત્ર રૂ.180માં હેલ્થ ચેક-અપની સુવિધા
- Advertisement -
લોહીની તપાસ, બ્લડ સુગર, લીવરની તપાસ, કિડનીની તપાસ, કોલેસ્ટ્રોલની તપાસ, હૃદયની તપાસ અને બોડી એનાલાઇઝર તેમજ ડાયટિશિયન દ્વારા માર્ગદર્શન
ટૂંક સમયમાં ભરૂચ ખાતે નવા યુનિટની આરોગ્યસેવાઓ શરૂ કરવાની તૈયારી
આરોગ્યસેવા માત્ર સારવાર પૂરતી સીમિત ન રહે, પરંતુ દર્દી અને તેના પરિવારને વિશ્વાસ, ગુણવત્તા, સલામતી અને સંવેદના સાથે શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા ધ્યેય સાથે છેલ્લા 18 વર્ષથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોની
સેવામાં કાર્યરત ગિરિરાજ હોસ્પિટલ પોતાની સ્થાપનાના 18 વર્ષ પૂર્ણ કરી રહી છે. હોસ્પિટલની 18 વર્ષની આ સફર માત્ર સમયગાળાની સિદ્ધિ નથી, પરંતુ લાખો દર્દીઓ અને તેમના પરિવારજનોએ મૂકેલા વિશ્વાસ, તબીબો અને
કર્મચારીઓની નિષ્ઠા તેમજ સમાજના સતત સહકારની પણ સફર હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. વર્ષોથી ગિરિરાજ હોસ્પિટલે આધુનિક ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી તબીબી ટીમ તેમજ વિવિધ
સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપી રહી છે.
- Advertisement -
18મી વર્ષગાંઠને માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત રાખવાને બદલે ગિરિરાજ હોસ્પિટલે તેને સમાજ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની અને વધુમાં વધુ લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાની તક તરીકે સ્વીકારી છે. આ ભાવના
સાથે “18 વર્ષની વિશ્વાસની ઉજવણી – તમારા સ્વાસ્થ્યની કાળજી સાથે” વિશેષ આરોગ્ય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ આરોગ્ય અભિયાન અંતર્ગત 7 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 સુધી OPD
કન્સલ્ટેશન પર 18 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત OPD કન્સલ્ટેશન માટે આવતા દર્દીઓને પોતાના અથવા પરિવારજનના સ્વાસ્થ્ય માટે માત્ર રૂ.180માં હેલ્થ ચેક-અપ કરાવી શકાય તે માટે વિશેષ હેલ્થ
ચેક-અપ કૂપન આપવામાં આવશે.
માત્ર રૂ.180ના હેલ્થ ચેક-અપમાં અનેક મહત્વપૂર્ણ તપાસ અને આરોગ્ય માર્ગદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લોહીની તપાસ CBC, બ્લડ સુગર RBS, લીવરની તપાસ SGPT, કિડનીની તપાસ, કોલેસ્ટ્રોલની તપાસ
તેમજ હૃદયની તપાસ માટે ECGનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બોડી એનાલાઇઝર દ્વારા શરીરની સ્થિતિનું મૂલ્યાંકન તેમજ ડાયટિશિયન દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી અને આહાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ
પહેલનો મુખ્ય ઉદ્દેશ સમયસર આરોગ્ય તપાસ, બીમારીઓનું વહેલું નિદાન અને આરોગ્ય પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે, જેથી વધુમાં વધુ લોકો અને પરિવારો નિયમિત આરોગ્ય તપાસ તરફ પ્રેરાય.
ગિરિરાજ હોસ્પિટલની 18મી વર્ષગાંઠના મહત્વપૂર્ણ અવસરે હોસ્પિટલ પોતાની સેવાયાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 18 વર્ષ દરમિયાન મળેલા વિશ્વાસ અને અનુભવને હવે
ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ટૂંક સમયમાં ભરૂચ ખાતે ગિરિરાજ હોસ્પિટલના નવા યુનિટની આરોગ્યસેવાઓ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવા યુનિટમાં પણ
ગુણવત્તાસભર સારવાર, આધુનિક સુવિધાઓ, અનુભવી તબીબી સેવાઓ અને દર્દીકેન્દ્રિત અભિગમને કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં હોસ્પિટલને મળેલા સહકાર અને વિશ્વાસને હવે દક્ષિણ ગુજરાતના વધુ
લોકો સુધી પહોંચાડવાની દિશામાં આ મહત્વપૂર્ણ વિસ્તરણ માનવામાં આવી રહ્યું છે.
18 વર્ષની સફરમાં મળેલા વિશ્વાસને પોતાની સૌથી મોટી મૂડી માનીને ગિરિરાજ હોસ્પિટલ આગામી વર્ષોમાં પણ આધુનિક ટેક્નોલોજી, સુપર સ્પેશિયાલિટી સારવાર, ગુણવત્તા, દર્દી સુરક્ષા અને માનવીય સંવેદના સાથે
આરોગ્યસેવાના ક્ષેત્રે આગળ વધવા પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે. “18 વર્ષ… સૌરાષ્ટ્રના સાથથી, સૌરાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે”ના સંકલ્પ સાથે હોસ્પિટલ દ્વારા વિશેષ આરોગ્ય લાભ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગિરિરાજ
હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ માટે 0281-7151200 / 76000 75675 તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન 9909971130 પર સંપર્ક કરી શકો છો.




