વજુભાઈ વાળા એક એવું વ્યક્તિત્વ છે જેમના નામ સાથે ‘ખમીર’ અને ‘ખુમારી’ જોડાયેલા છે
વજુભાઇને રાજકોટની પ્રજાએ ‘પાણીવાળા મેયર’ તરીકેનું બિરુદ આપ્યું
- Advertisement -
વજુભાઇએ સમસ્ત સમાજને એક તાંતણે બાંધવા માટે ભવાનીધામનું નિર્માણ કરવાની પ્રેરણા પૂરી પાડી
જમીન સાથે જોડાયેલા લોકનેતા તરીકેની અનોખી ઓળખ મેળવનાર વજુભાઈ વાળા
નાણામંત્રી તરીકે 18 વખત બજેટ રજૂ કરવાનો અનોખો વિક્રમ
- Advertisement -
સૌરાષ્ટ્રમાં જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીની યાત્રાને સાચી દિશા આપનાર વરિષ્ઠ આગેવાન વજુભાઈ વાળાનો આજે 12 જાન્યુઆરીએ જન્મદિવસ છે. રાજકોટને કેન્દ્રબિંદુ બનાવી ચીમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, કેશુભાઈ પટેલ, સૂર્યકાંતભાઈ આચાર્ય સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે મળીને તેમણે રાજકોટથી સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવાના શ્રીગણેશ કર્યા હતા અને સંગઠનનો પાયો મજબૂત કર્યો. ગામડે ગામડે સુધી કાર્યકર્તાઓને જોડતી ટીમ ઉભી કરીને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના અવિરત પ્રસારિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. સંઘર્ષના સમયમાં કચ્છ સત્યાગ્રહ મિસામાં 11 મહિનાનો જેલવાસ સહન કરીને પણ પક્ષની પ્રતિષ્ઠા વધે તે માટે તેઓ સદાય અગ્રેસર રહ્યા. સમગ્ર દેશમાં એક નાણામંત્રી તરીકે 18 વખત બજેટ રજૂ કરવાનો અનોખો વિક્રમ સ્થાપિત કર્યો, દુકાળની પરિસ્થિતિમાં રાજકોટના ‘પાણીવાળા મેયર’ તરીકેનું બિરુદ, તેમજ શહેરને પ્રથમ સ્ટેડિયમ, દૂરદર્શન કેન્દ્ર અને આધુનિક કલેક્ટર કચેરીઓ જેવી સુવિધાઓ આપવાનો શ્રેય તેમના કાર્યકાળને જાય છે.
રાજકોટને ધાર્મિક કાર્યક્રમો, જન્માષ્ટમીની શોભાયાત્રા હોય કે પછી મહાવીર સ્વામીની જન્મ જયંતી હોય દરેક લોકોને આનંદ અને ઉમંગ સાથે તહેવારો ઉજવવા માટે લોકમેળાના માધ્યમથી અને અવિરત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પ્રજાને વિનામૂલ્યે આનંદિત રહેવાનો લાભ અને તેમાં પણ કંઈક વિશિષ્ટતા સાથે કલાકારોને પણ સ્ટેજ મળે તે માટે લોકડાયરા, હસાયરા જેવા માધ્યમોથી લોકોને અને કલાકારોને પણ પીઠબળ આપવાની ભાવના તેમની આગવી ઓળખ છે. આમ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પક્ષની ધૂરા બબ્બે વખત સંભાળી, પ્રદેશ અધ્યક્ષ તરીકે ભાજપની સામે વિકટ પરિસ્થિતિ હતી ત્યારે સચોટ અને સતત માર્ગદર્શન કરનારા અને પક્ષને મજબૂતીથી સમગ્ર ગુજરાતમાં એક અમૂલ્ય સંગઠનનું ઉદાહરણ પૂરું પાડનારા આગેવાન તરીકે અનોખી ભૂમિકા નિભાવી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી રાજકીય કારકિર્દી શરૂ કરી
1971માં જનસંઘમાં જોડાયા
1975માં કટોકટી દરમિયાન 11 મહિના જેલમાં રહ્યા
1980ના દાયકામાં રાજકોટના મેયર તરીકે સેવા આપી
1997 થી 2012 સુધી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી
2012 થી 2014 સુધી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી
1 સપ્ટેમ્બર 2014 થી 6 જુલાઈ 2021 સુધી કર્ણાટકના રાજ્યપાલ તરીકે સેવા આપી
ભાજપના પાયાના પથ્થર સમાન નેતા
વજુભાઈ વાળાનો જન્મ 12 જાન્યુઆરી, 1937ના રોજ થયો હતો. તેઓ ભાજપના પાયાના પથ્થર સમાન નેતા ગણાય છે. તેમની રાજકીય સફર રાજકોટથી શરૂ થઈ હતી. વજુભાઈ તેમની ’કાઠિયાવાડી શૈલી’ અને રમૂજ માટે ખૂબ જ જાણીતા છે. વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ, વજુભાઈ જ્યારે બોલતા ત્યારે સૌના ચહેરા પર સ્મિત આવી જતું. તેમની આ ખાસિયતને કારણે જ તેઓ કઠિનમાં કઠિન રાજકીય પરિસ્થિતિઓને પણ સરળતાથી સંભાળી શકતા હતા. સંઘના સંસ્કારો અને સંગઠન શક્તિને કારણે તેઓ કાર્યકરોમાં પણ ખૂબ લોકપ્રિય છે.
ત્યાગની ભાવના : 2001માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેઓ કોઈ પણ ગૃહના સભ્ય નહોતા. વજુભાઈએ નરેન્દ્ર મોદી માટે પોતાની સુરક્ષિત બેઠક રાજકોટ-2 (પશ્ચિમ) ખાલી કરી આપી હતી, જે તેમના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયો.
નાણાપ્રધાન તરીકેનો રેકોર્ડ : વજુભાઈ વાળાએ ગુજરાતના નાણાપ્રધાન તરીકે સતત 18 વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ બનાવ્યો છે. તેમની બજેટ સ્પીચમાં આંકડાઓ સાથે રમૂજનું મિશ્રણ અદભૂત રહેતું.
સ્પીકર તરીકેની ભૂમિકા : તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની આગવી શૈલીને કારણે તેઓ ગૃહના વાતાવરણને હળવું રાખવામાં માહિર હતા.
કર્ણાટકના રાજ્યપાલ : વર્ષ 2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી, ત્યારે વજુભાઈ વાળાની નિમણૂક કર્ણાટકના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. તેઓ હંસરાજ ભારદ્વાજની જગ્યાએ આવ્યા હતા. રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કર્ણાટકમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ હતી, જે દરમિયાન તેમણે ખૂબ જ ધૈર્ય અને બંધારણીય સમજદારી સાથે કામ લીધું હતું.
1985થી 2012 સુધી 8 વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા
1995થી 2012 સુધી ભાજપની સરકારમાં નાણાંમંત્રી પદે રહ્યા હતા. 2012માં મોદીએ તેમને મંત્રીમંડળની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આમ 1985થી 2012 સુધી 8 વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા.



