શ્રાવણ માસની પૌરાણિક ભવાઈ ૧૨૧ વર્ષની અવિરત પરંપરા
આજે રાત્રે ૯ વાગ્યે કુંભારીયાના કલાકારો રંગમંચ પર કલા રજૂ કરશે
- Advertisement -
સર વાઘજી ધર્મશાળા સંચાલિત ટંકારા તાલુકાના નાના જડેશ્વર મહાદેવ મંદિર (ગૌશાળા) ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અવિરત છેલ્લા ૧૨૧ વર્ષથી ભવાઈના ભવ્ય કાર્યક્રમો યોજવાની અનોખી અને પૌરાણિક પરંપરા
આજે પણ જળવાઈ રહી છે. ધાર્મિક આસ્થા સાથે લોકકલાના સંવર્ધનનું ઉત્તમ ઉદાહરણ બની રહેલી આ પરંપરા અંતર્ગત આ વર્ષે પણ ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે
આજે તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મંગળવારે રાત્રે ૯:૦૦ કલાકે વિશ્વવિખ્યાત બજરંગ ભવાઈ મંડળ, કુંભારીયા દ્વારા ભવાઈનો ભવ્ય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. ગુજરાતની પ્રાચીન લોકકલાઓમાં ભવાઈનું વિશિષ્ટ સ્થાન
છે. લોકજીવન, સામાજિક સંદેશા, હાસ્ય-વ્યંગ અને મનોરંજનના સમન્વય સાથે રજૂ થતી ભવાઈ ગ્રામ્ય અને શહેરી સમાજને સાંસ્કૃતિક વારસાની યાદ અપાવે છે. નાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક સદીથી પણ વધુ
સમયથી આ લોકકલાને જીવંત રાખવાની પરંપરા જળવાઈ રહી છે. ૧૨૧ વર્ષની આ અવિરત પરંપરા માત્ર ધાર્મિક આયોજન પૂરતી સીમિત નથી રહી, પરંતુ લોકકલા અને સાંસ્કૃતિક વારસાના જતન માટે પણ મહત્વપૂર્ણ બની
રહી છે. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન યોજાતા ભવાઈ કાર્યક્રમને લઈને ધર્મપ્રેમીઓ તેમજ કલાપ્રેમીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે. નાના જડેશ્વર મહાદેવ મંદિર (ગૌશાળા)ના મહંત દ્વારા સર્વે ધર્મપ્રેમી અને કલાપ્રેમી
જનતાને આ ભવ્ય ભવાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકકલાનો આનંદ માણવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજે રાત્રે યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.




