By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    12 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    9 hours ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    9 hours ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    9 hours ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    9 hours ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    11 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    11 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    1 day ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધીરૂભાઈ અંબાણીનું જીવન એટલે ગીતાના શ્ર્લોેકોનું જીવંત ભાષ્ય: પરિમલ નથવાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધીરૂભાઈ અંબાણીનું જીવન એટલે ગીતાના શ્ર્લોેકોનું જીવંત ભાષ્ય: પરિમલ નથવાણી
Author

ધીરૂભાઈ અંબાણીનું જીવન એટલે ગીતાના શ્ર્લોેકોનું જીવંત ભાષ્ય: પરિમલ નથવાણી

Khaskhabar Editor
Last updated: 2025/12/27 at 3:38 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર-પણ જેના મનમાં અડગ વિશ્વાસ, અખૂટ સપના અને કર્મમાં અડોલ શ્રદ્ધા હતી-એ જ યુવાન ભારતના સૌથી મોટા ઉદ્યોગ સામ્રાજ્યનો સ્થાપક બન્યો.
સ્વ. ધીરૂભાઈ સાથેના મારા કાર્યકાળમાં મેં જોયેલા અને અનુભવેલા એમના વાણી , વર્તન અને વ્યવહારના ગુણોનું અનુસંધાન શ્રીમદ ભગવદ ગીતા સાથે કરવાનો પ્રયત્ન કરૂં છું ત્યારે એમ લાગે છે કે જાણે ધીરૂભાઈ અંબાણીનું જીવન એ ગીતાના શ્લોકોનું જીવંત ભાષ્ય છે.તેમણે સાબિત કર્યું કે આધ્યાત્મિક જ્ઞાન અને વ્યવહારિક જીવન વચ્ચે કોઈ અંતર નથી. જ્યારે કર્મ, કરુણા, ધૈર્ય અને દ્રષ્ટિ એકસાથે ચાલે-ત્યારે સામાન્ય માણસ પણ અસાધારણ ઇતિહાસ રચી શકે છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અસમંજસમાં સપડાયેલા અર્જુનને ગીતાસાર કહી શકાય તેવો કર્મફળનો સિધ્ધાંત સમજાવતા કહે છે કે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
અર્થાત્ માનવનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. ધીરૂભાઈના જીવનનું કેન્દ્રબિંદુ આ જ સિદ્ધાંત હતો. સફળતા અને નિષ્ફળતાના ડરથી પરે રહીને તેમણે પોતાનું કર્મ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. યમનમાં નાની નોકરીથી શરૂ કરીને મુંબઈમાં મસાલાની દુકાન અને પછી પોલિયેસ્ટર યાર્ન અને પેટ્રોકેમિકલ્સ સુધીનું સફરનામું, માત્ર કર્મ પર વિશ્વાસ રાખીને રચાયું હતું. ધીરૂભાઈ હંમેશા કહેતાં કે મોટું વિચારો, ઝડપથી વીચારો અને સમય કરતાં આગળ વિચારો, વિચારો કોઇનો ઇજારો નથી. તેમની દૂરંદેશી અને મોટું વિચારવાની ક્ષમતાને કારણે જ એક જ દિવસે 100 જેટલા વિમલ સ્ટોર્સનાં ઉદ્દઘાટન થયાં, જે એક વિક્રમ બની ગયો.
શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને ધૈર્ય શીખવે છે:
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય તાંસ્તિતિક્ષસ્વ ભારત
સુખ-દુ:ખ, લાભ-હાનિ ક્ષણિક છે-તે સહન કરવાનું શીખ.
ધીરૂભાઈના જીવનમાં આવેલા અનેક સંઘર્ષો અને ચડાવ-ઉતારથી ભાગ્યે જ કોઇ વાકેફ નહીં હોય. લાઇસન્સ-પરમિટ રાજ, વ્યાવસાયિક હરીફો દ્વારા ઊભી કરવામાં આવેલી અડચણો, શેરબજારના ઉતાર-ચઢાવ, મીડિયા અને તંત્રની શંકા-કુશંકાઓ-આ બધાની વચ્ચે તેઓ ક્યારેય હતાશ થયા નહીં. તેમણે દરેક સંકટને ક્ષણિક માન્યું, અંતિમ સત્ય નહીં. આ જ ધૈર્ય તેમને આગળ ધપાવતું રહ્યું. રિલાયન્સ દ્વારા જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી સ્થાપવા માટે જમીન સંપાદનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું ત્યારે સ્થાપિત હિતો દ્વારા ઊભી કરવામાં આવેલી અડચણોને કારણે જમીન સંપાદન રદ થયું. છતાં પણ તેમણે હાર માની નહીં અને પોતાના પ્રયત્નો છોડ્યા નહીં. એનું જ પરિણામ છે કે તેઓ ભારતને ઓઇલના નેટ ઇમ્પોર્ટરમાંથી નેટ એક્સપોર્ટર બનાવી શક્યા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જય-પરાજય, સફળતા-નિષ્ફળતામાં સમભાવ રાખવાનો બોધ આપે છે. ધીરૂભાઈ માટે નફો-નુકસાન માત્ર આંકડા હતા, આત્મવિશ્વાસનો માપદંડ નહીં. શેર બજાર ધરાશાયી થયું ત્યારે પણ તેમણે નાના રોકાણકારોને વિશ્વાસ આપ્યો-આ દેશમાં રોકાણ કરો, ભારત પર વિશ્વાસ રાખો. કોઇપણ વ્યક્તિના જીવનમાં આવતા પડકારોને તે કઇ રીતે પોતાની કુનેહ અને કોઠાસૂઝથી તકમાં પરીવર્તીત કરે છે, તેના પર જ તેની સફળતાનો આધાર રહેલો હોય છે. જ્યારે જ્યારે ધીરૂભાઈના જીવનમાં આવા પડકારો આવ્યા ત્યારે નિષ્ફળતાથી ડર્યા વિના તેમણે તેને આગળ વધવા માટેના માઇલસ્ટોનમાં પરીવર્તીત કર્યા. શેરબજારમાં રિલાયન્સના શેરના ભાવ ગગડાવવા માટે કોલકતા (તે સમયે કલકત્તા)ની બીયર કાર્ટેલે કારસો રચ્યો. પરંતુ ધીરૂભાઈએ તેમને જડબાતોડ જવાબ આપીને પોતાના શેરધારકોનો આત્મવિશ્વાસ વધાર્યો. તેમના હરીફોએ બજારમાં અફવા ફેલાવી કે ધીરૂભાઈને મોટું નુકસાન ગયું છે અને તેઓ લેણદારોને નાણાં ચૂકવી શકે તેમ નથી, તેવા સમયે ધીરૂભાઈ સામેથી લેણદારોને પોતાના નાણાં લઇ જવા માટે આમંત્રણ આપ્યું અને જે લોકો નાણાં લેવા આવ્યા તેમને ચૂકવ્યા પણ ખરા. આ જ કારણે બજારમાં તેમની શાખમાં અત્યંત વધારો થયો અને નાણાં ધીરનારા લોકો તેમને સન્માનની નજરે જોતા થયા.
એવી જ રીતે, સફળતામાં પણ છકી ન જવું એ ધીરૂભાઈનો સ્વભાવ હતો. સફળતાની ઇમારતની ટોચ પર રહેવા છતાં તેમના પગ હંમેશા જમીન પર રહેતા. તેઓ પોતાના ખરાબ સમયમાં સાથ આપનારા વ્યક્તિઓને ક્યારેય ભૂલ્યા ન હતા. આમ સમભાવ જ તેમને લાંબા ગાળાની સફળતા તરફ લઈ ગયો.
ગીતા આત્મવિશ્વાસ વિશે કહે છે:
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મન:
માનવ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ.
ધીરૂભાઈ અંબાણીનો સૌથી મોટો સહારો હતો-પોતે. તેઓ પોતાના વિચારો પર વિશ્વાસ રાખતા. ઘણી વખત નિષ્ણાતોએ કહ્યું-આ શક્ય નથી. પરંતુ ધીરૂભાઈએ પોતાના આત્મવિશ્વાસને ક્યારેય કમજોર થવા દીધો નહીં. તેમના શબ્દકોશમાં ઈંળાજ્ઞતતશબહય શબ્દ નહોતો. ગીતા જે આત્મઉદ્ધારની વાત કરે છે, તે તેમણે જીવનમાં ઉતારી.
નેતૃત્વના ગુણ અંગે ગીતા સ્પષ્ટ કહે છે:
યદ્ યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જન:
શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે છે, સમાજ તેને અનુસરે છે. ધીરૂભાઈ માત્ર ઉદ્યોગપતિ નહોતા, તેઓ પ્રેરક નેતા હતા. તેમણે ભારતીય મધ્યવર્ગને શેરબજાર સાથે જોડ્યો, જેના કારણે કેટલાય લોકોના સંતાનોના લગ્નપ્રસંગો સારી રીતે યોજાયા હોવાના અનેક દાખલા છે. રિલાયન્સ માત્ર કંપની નહીં, પણ તેના નામ પ્રમાણે વિશ્વાસનો પર્યાય બની. તેમના કર્મચારીઓ માટે તેઓ માલિક નહીં, માર્ગદર્શક હતા. તેમના નેતૃત્વમાં આદેશ કરતાં પ્રેરણા વધારે હતી-જે ગીતા દર્શાવેલા આદર્શ નેતૃત્વનું જીવંત ઉદાહરણ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ધીરૂભાઈ અંબાણીનું જીવન-બન્ને આપણને એક જ સંદેશ આપે છે: ફળની ચિંતા છોડો, કર્મ પર વિશ્વાસ રાખો; સંકટોમાં ધૈર્ય રાખો; આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી મોટા સપના જુઓ; અને પોતાના આચરણથી સમાજને દિશા આપો.

કર્મ, ધૈર્ય અને આત્મવિશ્ર્વાસના બળે સર્જ્યું રિલાયન્સ સામ્રાજ્ય; ’મોટું વિચારો’ના મંત્ર સાથે બદલ્યો ભારતનો ઇતિહાસ

- Advertisement -

પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભા સાંસદ છે

You Might Also Like

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાસણ ગિરનો વિરપ્પન: હમાલ હસન
Next Article કચ્છના માલધારી જીવુબેન 70 વર્ષની ઉંમરે માતા બન્યાં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?