By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    12 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    12 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    12 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    12 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    13 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાસણ ગિરનો વિરપ્પન: હમાલ હસન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સાસણ ગિરનો વિરપ્પન: હમાલ હસન
જુનાગઢ

સાસણ ગિરનો વિરપ્પન: હમાલ હસન

Khaskhabar Editor
Last updated: 2025/12/27 at 3:33 PM
Khaskhabar Editor 7 months ago
Share
6 Min Read
SHARE

ગુજરાત હવે લાયન ઉપરાંત ટાઈગર સ્ટેટ બન્યું છે ત્યારે એક ખોફનાક ઘટનાક્રમની વાત…

ગુજરાત સિંહ, દીપડો અને વાઘની હાજરી ધરાવતું હોય એવું પ્રથમ રાજ્ય બની ગયું છે. એમાં પણ સૌરાષ્ટ્રનું વન્ય જીવન એશિયાઈ સિંહો માટે જાણીતું છે. આજે સાસણ-ગિરમાં દેશ-વિદેશથી લોકો સિંહ દર્શન કરવા માટે આવે છે. હાલમાં થયેલી ગણતરીમાં જ એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર, 330 માદા,140 પાઠડા, 225 બચ્ચા નોંધાયા છે.જોકે બહુ ઓછાને ખ્યાલ હશે કે, એક સમયે ગિરના જંગલોમાં વસતા સિંહોની સંખ્યા ખૂબ જ ઘટી ગયેલી હતી જેની પાછળનું મુખ્ય કારણ હતું, ગિરનો વિરપ્પન હમાલ હસન.
આજથી અઢી-ત્રણ દાયકા પૂર્વે ગિર જંગલમાં ત્રીસ સિંહોના શિકારનો આરોપી હમાલ હસન નહીં પકડાતા તેને દક્ષિણ ભારતના ચંદનચોર વિરપ્પન જેમ ગિરના વિરપ્પનનું બીરૂદ મળેલું હતું. વિશ્વ આખામાં હોબાળો થતા રાજ્ય સરકારે આ ગિરનાં ‘વિરપ્પન’ને પકડવા માટે ખાસ હુકમો કરી હેલીકોપ્ટર સહિત ત્રણ જિલ્લાની દોઢેક હજાર પોલીસ, એસઆરપી, વનતંત્ર સહિતનાઓએ મહાઅભિયાન ચલાવેલું હતું.

- Advertisement -

રાજ્ય સરકારે આ ગિરનાં ‘વિરપ્પન’ને પકડવા માટે ખાસ હુકમો કરી હેલિકોપ્ટર સહિત ત્રણ જિલ્લાની દોઢેક હજાર પોલીસ, જછઙ, વનતંત્ર સહિતનાઓએ મહાઅભિયાન ચલાવ્યું હતું!

1990ના દસકમાં ગિર જંગલમાં આવેલા સેમરડી ગામની સીમમાંથી ત્રીસ સિંહોના મૃતદેહો કે જે શિકાર કરેલા કે મારી નાખેલા અને દાટી દીધેલા તે મળી આવેલા હતા. આ બાબતે પર્યાવરણવાદીઓ પ્રકૃતિપ્રેમીઓએ ખૂબ જ ઉહાપોહ મચાવેલો. બીબીસી લંડને તો સચિત્ર સમાચારો આપતા સમગ્ર વિશ્વમાં આ ઘટનાના જબરદસ્ત પડઘા પડેલા અને જે તે તંત્ર તો ઠીક પણ કેન્દ્ર સરકાર પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયેલી. આ ત્રીસ સિંહોના શિકાર માટે વનતંત્રની અણઆવડત અને બેદરકારી તો છતી થયેલી, પરંતુ આ સિંહોનો શિકાર કરનાર મુખ્ય સુત્રધાર શિકારી આરોપી અને સેમરડી ગામનોજ રહીશ હમાલ હસનને પકડી શકતો ન હતો.
જેમ દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કર્ણાટક અને કેરલના જંગલોમાં રહેતા આંતરરાષ્ટ્રીય ચંદનચોર વિરપ્પનને તે સમયે ત્યાની સરકારો પકડી શકતી નહતી તેમ આ ગુજરાતના ગિરના જંગલમાંથી શિકારી હમાલ હસનને અમરેલી અને જૂનાગઢ જિલ્લાનું વનતંત્ર પકડી શકતું ન હતું. દક્ષિણ ભારતનો વિરપ્પન તો આંતરરાષ્ટ્રીય ચંદનચોર અને દાણચોર આર્થિક રીતે સંપન્ન અને વિદેશી હથિયારોથી સજજ અને મોટી ટોળકીઓ ધરાવતો હતો. જ્યારે ગિરનો હમાલ હસન ઉર્ફે ‘ગીરનો વિરપ્પન’તો એકલો ખાસ કોઈ હથિયારો વગરનો અને જનતાની ભાષામાં કહીએ તો ‘રોટલીયો’ ગુનેગાર જ હતો. તે બચપણથી જ ગિરનાં જંગલોમાં ઉછર્યો હોય નાના મોટા ગુન્હાઓ કરી જંગલોમાં લાંબો સમય ભટકતો રહેતો હતો. તે ધારીના દલખાણીયા, ખાંભાના ગીદરડી, કોડીનારના ઘાંટવડના જંગલોમાં તેમજ વિસાવદર, ગીરગઢડા, અને તાલાળાના જંગલોમાં વાંદરાની જેમ લપાતો છુપાતો રહેતો હતો. ટૂંકમાં 450 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા ગિરનાં જંગલોનો તે ભોમીયો થઈ ગયો હતો અને વનતંત્ર તેની પાસે વામણું પડતું હતું તેથી પકડાતો નહોતો.
રાજ્ય સરકારે ગિરના જંગલને ફરતે આવેલા પોલીસ મથકોને પણ ખાસ હુકમ કરીને હમાલ હસનને પકડવા માટે આદેશો આપેલા તેમ છતા તે પકડાતો નહતો. એશિયાખંડના દુર્લભ સિંહોના જથ્થાબંધ શિકારને કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બદનામી વધી જતા સરકારે તે વખતના રાજ્યના પોલીસ વડા દત્તા કે જેઓ સૌરાષ્ટ્રની ભૂગોળથી કાંઈક અંશે વાકેફ હતા તેમને આ શિકારીને ખાસ પકડવા તાકીદ કરી હતી. આથી પોલીસ દળના વડા દત્તાએ જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સફળતાપૂર્વક ફરજ બજાવી ગયેલા અધિકારીઓને એકઠા કરી ખાસ પકડવા માટેના કોમ્બીંગનું આયોજન કર્યું હતું અને આ બંને જિલ્લાનાં ભોમીયા ગણાતા ફોજદાર માનસિંહ રાઠોડની સરદારીમાં અને વનતંત્રની રાહબરી તળે દોઢ હજાર જેટલા જવાનો જેમાં પોલીસ એસ.આર.પી. અને વનતંત્રના કર્મચારીઓ તો જુદા તેમનું સંકલન કરી ‘ઓપરેશન હમાલ હસન’ને પકડવાનું મહાઅભિયાન શરૂ કરેલું હતું. જેનું સુપર વિજન જાતે પોલીસ દળના વડા દત્તાએ હેલીકોપ્ટરમાં ઉડીને કરેલું હતું. આવું મહાઅભિયાન ભૂતકાળમાં ખૂનખાર બહારવટીયા ‘ભૂપત’ને પકડવા પણ થયેલું ન હતું આથી આ સમાચારો મીડિયામાં ખૂબ જ પ્રસિધ્ધ થતા મુફલીસ ગુનેગાર હમાલ હસનને બહુ મોટા કવરેજનું બહુમાન મળેલું પણ તેમ છતા હમાલ હસન પકડાયેલો નહીં જાણે હવામાં ઓગળી ગયો!
આ મહાઅભિયાન પૂરું થયા પછી તૂર્ત જ કોડીનાર ના એક પત્રકારે ગિરના જંગલમાં જઈ હમાલ હસનને મળી તેનું ઈન્ટરવ્યૂ લઈ ફોટાઓ સાથે સમાચારોમાં પ્રસિધ્ધ કરતા વન તંત્ર તો ઠીક પણ પોલીસ દળ ઉપર પણ માછલા ધોવાવા લાગ્યા કે એકમાત્ર પત્રકારને આ ગુનેગારનો પત્તો મળતો હોય તો આવા હજારોની સંખ્યા વાળા તંત્રોને પત્તો મળતો નથી તે એક કોયડો કહેવાય! તે પછી પણ તંત્રના ખૂબ પ્રયત્નો છતા ગુનેગાર હમાલ હસન પકડાયો નહીં અને જંગલમાં જ રખડતો રહ્યો.
જો કે ત્યારબાદ થોડા સમય પછી ગીરનો વિરપ્પન હમાલ હસન ખાંભાના ગીદરડીના જંગલમાંથી અમરેલી પોલીસના હાથે ઉંઘતો ઝડપાયેલો પરંતુ ત્યારબાદ કોડીનાર પોલીસ હમાલને એક ખૂન કેસની તપાસમાં ટ્રાન્સફર વોરંટથી લઈ ગયેલ અને તપાસ દરમિયાન ઘાટવડના જંગલોમાં તે કોડીનાર પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયેલો હતો. એવું પણ કહેવાય છે કે, ગિરના જંગલનો રાજા સિંહ નહીં, હમાલ હસન હતો. સિંહોના શિકાર કરી હમાલ હસન તેના નખ, ચામડી સહિતના અંગોની તસ્કરી કરતો હતો. આ કારણે એ સમયમાં ગિરમાં સિંહોની સંખ્યામાં ભયંકર ઘટાડો થઈ ગયેલો હતો. હમાલ હસનના ઠાર મરાયા બાદ સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવાની શરૂઆત થઈ હતી.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં 285 લોકોની ધરપકડ 12258 ક્વાર્ટર ગેરકાયદે દારૂ, 6 કિલો ગાંજો, 2.30 લાખ રૂપિયા જપ્ત
Next Article ધીરૂભાઈ અંબાણીનું જીવન એટલે ગીતાના શ્ર્લોેકોનું જીવંત ભાષ્ય: પરિમલ નથવાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?