રાજકોટ – ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર રાજકોટ જીલ્લામાં આગામી તા.૧૫-૧૦-૨૦૨૧ થી તા.૧૯-૧૦-૨૦૨૧ દરમ્યાન હવામાન ગરમ, સૂકું અને મોટાભાગે ચોખ્ખું રહેશે.
આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૬-૩૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૩-૨૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૪૬-૬૪ અને ૧૩-૨૫ ટકા રહેશે. પવનની દિશા ઉતર, નૈઋત્ય અને વાયવ્યની રહેવાની અને પવનની ઝડપ ૧૦ થી ૧૫ કીમી/કલાક રહેવાની શક્યતા છે.
- Advertisement -



