ગેરકાયદે કોલસાના ખનન પર દરોડો કરવા જતા ખનિજ માફીયાઓ વિફર્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ થયા છે ખાસ કરીને કોલસાનું ખનન કરતા માફીયાઓ દ્વારા અત્યારસુધીમાં પોલીસ, મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરની ટીમના કર્મચારીઓ પર પણ હુમલો કરવાના બનાવો સામે આવ્યા છે અને આ અંગે અનેક ફરિયાદો પણ થઈ ચૂકી છે છતાં માથાભારે ખનિજ માફિયાઓને કોલસાનું ખનન રોકવામાં તંત્ર હજુય અસમર્થ હોય તેવું સાબિત થયું છે ત્યારે આ હુમલાના બનાવમાં વધુ એક અધિકારી પર હુમલો થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં થાનગઢ મામલતદાર સહિતની ટીમ સોમવારે મોડી રાત્રે ભડુલા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર દરોડો કરવા જતા ખનિજ માફીયાઓ વિફર્યા હતા અને મામલતદારની ટીમ સાથે માથાકુટ કરી હતી રાત્રીના અંધારામાં મામલતદારની ટીમ સાથે ઝપાઝપી થઈ હોવાની પણ વિગતો મળી છે ત્યારે ખનિજ માફીયાઓ ટીમ પર હુમલો કરી ખનન માટેની સામગ્રી સમાતી બધી ગયા હતા આ તરફ થાનગઢ મામલતદાર દ્વારા તુરંત પ્રાંત અધિકારીને જાણ કરી હતી જ્યારે ખનિજ હુમલાખોર માફીયાઓ વિરુધ પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
હુમલાખોર ખનિજ માફીયાઓ પર સકંજો કસવાની તૈયારી
થાનગઢના ભડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર હુમલો કરનાર ખનિજ માફિયાઓના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અને પાસા જેવી કડક કાર્યવાહી કરવાના સંકેત મળી રહ્યા છે.



