બુટલેગરની હિંમત તો જુઓ, ઢોળાયેલી દારૂની પોટલીઓ પાછી થેલામાં ભરી લીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવું ફલિત કરતો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે બાઈક અથડાતા દારૂની રેલમછેલ થઇ હતી બાઇકમાં દારૂનો જથ્થો લઈને જતા બે બુટલેગરોની હિમ્મતને પણ દાજ દેવી જોઈએ કારણકે અકસ્માત બાદ રસ્તામાં ઢોળાયેલી દારૂની પોટલીઓ ફરી થેલામાં ભરી દારૂનો જથ્થો લઈને બંને નાસી છૂટ્યા હતા ચર્ચાતી વિગતો મુજબ આ અકસ્માત પોલીસ ચોકીની સામે જ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં નાણાવટી ચોક પાસે આવેલી પોલીસ ચોકી સામે એક અકસ્માત થયો હતો આ અકસ્માતમાં એક બાઈક બીજા બાઈક સાથે અથડાતા થેલામાં ભરેલી દેશી દારૂની પોટલીઓ રસ્તામાં ઢોળાઈ ગઈ હતી અમુક દારૂની પોટલીઓ ફૂટી ગઈ હતી જયારે અમુક દારૂની પોટલીઓ હેમખેમ રહી હતી આ અકસ્માતનો કોઈ જાગૃત નાગરિકે વિડીયો બનાવી લીધો હતો અને વાયરલ કર્યો હતો લગભગ પોણા બે મિનિટ જેટલા સમયનો વિડીયો વાયરલ થયો છે જેમાં જે બાઈક પરથી દારૂ ઢોળાયો હતો તે બાઇકમાં બે લોકો સવાર હતા અને દારૂ ઢોળાઈ ગયા બાદ ત્યાં હાજર લોકો સાથે ચર્ચા કરતા હતા અને થોડે આગળ બાઈક લઈને પાછળ બેઠેલા શખ્સે રસ્તામાં પડેલી દેશી દારૂની પોટલીઓ ફરી થેલામાં ભરી લીધી હતી અને બાઈક લઈને નીકળી ગયા હતા જાહેરમાં અકસ્માત બાદ ઢોળાયેલો દારૂ ફરી થેલામાં ભરી લીધો બુટલેગરોની આ હિંમત જોઈને તે પોલીસ કરતા પણ પાવરધા સાબિત થઇ રહ્યા છે.



