લોકો હેલ્થ ચેકઅપની જેમ ડરના કારણે બિનજરૂરી એન્જિયોગ્રાફી
કરાવી રહ્યા છે, જેનાથી રૂપિયા અને શરીર બંને ખરાબ થાય છે
ગુજરાતમાં રોજના 150 જેટલા હાર્ટ એટેકના કેસ આવી રહ્યા છે અને મૃત્યુદર પણ વધી રહ્યો છે : ડૉ. શાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજકાલ બહુ સાંભળવા મળે છે કે નાની ઉંમરે હાર્ટ એટેક આવ્યો. આપણું હ્રદય એવી વસ્તુ છે જે બંધ પડે એટલે મૃત્યુ થાય અને એટલેજ લોકો હાર્ટ એટકેથી ડરે છે. અમદાવાદની લાઇફ સ્ટાઇલ વેલનેસ હોસ્પીટલના એમ.ડી. ફિઝીશ્યન ડોક્ટર સ્વપ્નિલ શાહ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, હાર્ટ બ્લોકેજનાં સ્ટેબલ પેશન્ટની અંદર 100 માંથી 80 લોકોને બાયપાસ કે સ્ટેન્ટની જરૂર હોતી નથી.! વિશ્વમાં એન્જીયોગ્રાફિને પ્રાયમરી ઇન્વેસ્ટીગેશન તરીકે ક્યાંય સ્વિકારવામાં આવી નથી. ડો. સ્વપ્નિલ શાહ પાંચ વર્ષ યુએસએ અને 10 વર્ષથી ભારતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. બાયપાસ કર્યા વગર કે સ્ટેન્ટ મુકાવ્યા વગર હાર્ટ એટેકના દર્દીઓની સારવાર કરવામાં તેઓનું નામ ગુજરાત તેમજ ભારતમાં સૌથી મોખરે છે. ડો. સ્વપ્નિલ શાહે અત્યાર સુધીમાં 5000થી વધુ હાર્ટના દર્દીઓની સારવાર કરીને સાજા કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, મારી પાસે 15 ટકા હાર્ટ પમ્પિંગ સાથે આવેલા દર્દીઓનું સારવાર પછી હાર્ટ પમ્પિંગ 35 કે 40 ટકા પહોંચેલું છે.
હાર્ટ બ્લોકેજનાં સ્ટેબલ પેશન્ટની અંદર 100 માંથી 80 લોકોને બાયપાસ કે સ્ટેન્ટની જરૂર હોતી નથી. ડો. સ્વપ્નિલ શાહ કહે છે, અમેરિકામાં કરેજ ટ્રાયલ થયો હતો જેમાં 2300 લોકોને ઇન્વોલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 50 ટકા લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. જ્યારે 50 ટકા લોકોને માત્ર દવા આપવામાં આવી હતી. આ ટ્રાયલ 15 વર્ષ સુધી ચાલી. તેના ઉપરથી પૂરવાર થયું કે, જે લોકોને દવા અપાઈ અને જે લોકોને સ્ટેન્ટ મુકાયું તેમાંથી બંનેમાં મૃત્યુ દર સરખો હતો. લક્ષણ ઓછું કરવામાં ફાયદો છે પણ જિંદગી બચાવવામાં સ્ટેન્ટનો કોઈ રોલ નથી. જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે ગોલ્ડન અવર એટલે કે જ્યારે એટેક ચાલુ હોય તેના 4 થી 6 કલાક અંદર સ્ટેન્ટ મૂકવામાં આવે તો તે તમારી જિંદગી બચાવે છે. હાર્ટ એટેક બાદ એટલે કે, પામી પ્રોસીઝર સ્ટેબલ લોકોને સ્ટેન્ટની જરૂર હોતી નથી. જ્યારે બાયપાસ સર્જરી કોઈ દિવસ ઈમરજન્સીમાં હોતી નથી. બાયપાસ સર્જરી હંમેશા પ્રિ-પ્લાન્ડ કરાય છે.
આજે ડરના લીધે લોકો હેલ્થ ચેકઅપની જેમ લોકો ચણા-મમરાની જેમ એન્જોયોગ્રાફી કરાવી રહ્યા છે. જેના લીધે લોકો રૂપિયા અને શરીર બંને ખરાબ કરી રહ્યા છે. વારંવાર અથવા બિન જરૂરી રીતે એન્જોયોગ્રાફીથી કિડનીને અસર થાય છે. તેમાં વપરાતું રેડિયેશન શરીરમાં જાય છે. તેમાં વપરાતી ડાયનું રિએક્શન થઈ શકે છે. જે રીતે બિનજરૂરી બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવવું જરૂરી નથી તેમ બિનજરૂરી એન્જોયોગ્રાફીની પણ કોઈ જરૂરત નથી. ખોટા ડરથી દૂર રહેવું જોઈએ. ડો. શાહ કહે છે, હાર્ટમાં બ્લોકેજ કે તકલીફ છે તે જાણવા માટે અથવા હાર્ટ ઉપર શસ્ત્રક્રિયા કે સર્જરી વગર પણ સાજા થવાના અનેક રસ્તાઓ છે. ખાસ કરીને હાલ હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ છે યુવાનોની ખરાબ લાઈફ સ્ટાઇલ અને સાથે સાથે ટ્રેસ પણ એટલો જ જવાબદાર છે. ગુજરાતમાં રોજના 150 જેટલા કેસ હાર્ટ એટેકના આવે છે અને મૃત્યુ દર પણ વધી રહ્યો છે. લોકોએ અને ખાસ કરીને યુવાનોએ પોતાની જીવનશૈલી બદલવી ખૂબ જ જરૂરી છે. ખાવા પીવા, કસરત, પૂરતી ઊંઘ, મેડિટેશન યોગા તરફ આગળ વધવું જોઈએ.
ડો. સ્વપ્નિલ શાહનું અમદાવાદમાં આવેલ ગુજરાતનું એક માત્ર લાઇફ સ્ટાઇલ વેલનેસ સેન્ટર છે જ્યાં નોન ઇન્વેજીવ શસ્ત્રક્રિયા વગર હાર્ટની સારવાર કરવામાં આવે છે. લાઇફ સ્ટાઇલ વેલનેસમાં ગુજરાતના ખૂણે ખૂણેથી તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો શસ્ત્રક્રિયા વગર હાર્ટની સારવાર માટે આવે છે. ભારત ઉપરાંત અમેરિકા, આફ્રિકા, લંડન, કેનેડા, દુબઇ, તાઇજેનિયા સહિત વિવિધ દેશોમાંથી પણ દર્દીઓ અહીં હાર્ટની સારવાર માટે આવે છે. આ ઉપરાંત અહીં હાયપર બેરિક ઓક્સિજન થેરપી અહીં ઉપલબ્ધ છે. આ થેરપી 100 ટકા ઓક્સિજન દ્વારા નવા ચેતાતંતુ અને નવું લોહીની પરિભ્રમણ વધી શકે છે. જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઇઝ ચેમ્બરમાં શુદ્ધ ઑક્સિજન શ્વસન કરાવવામાં આવે છે. લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે. હાયપર બેરિક ઓક્સિજન થેરપીનો ઉપયોગ મગજને લગતી બીમારી જેવીકે, પાર્કિન્સન, અલ્જાઇમર, કાનમાં બહેરાશ આવવાની બીમારી, ઓટીજમ કરીને નાના છોકરાઓની બીમારી, ઘા ના રૂજાતો હોય તો તેના માટે તે ઉપરાંત જનરલાઇઝ વેલનેસમાં પણ થઇ શકે છે. 14 જેટલી મેડિકલ ક્ધડીશન માટે ઞજઅઉઅ માન્યતા પ્રાપ્ત છે. સ્વપ્નિલ શાહે જણાવ્યું હતું કે,અમને આનંદ છે કે હવે અમદાવાદમાં સૌપ્રથમવાર હાઇપરબેરિક ઑક્સિજન થેરાપીનું વૈજ્ઞાનિક અને સમર્થિત રૂપમાં સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઈજાથી બહાર આવતા લોકો કે દીર્ઘકાળીન રોગોથી પીડાતા હોય, કે પછી સારું સ્વાસ્થ્ય મેળવવાની ઈચ્છા રાખતા હોય એ માટે ઇંઇજ્ઞઝ એક પાવરફૂલ થેરાપી છે. અમારું ધ્યેય તબીબ જ્ઞાન અને આરોગ્ય ચિંતનને ભેગું કરી લોકોને નવી દિશા આપવાનું છે.
ડો. સ્વપ્નિલ શાહ ગુજરાતના એકમાત્ર એવા ડોક્ટર છે જેના ઇન્ટ્રાગ્રામ, ફેસબુકમાં લાખોમાં ફોલોવર્સ છે. તેઓના વિડિઓ આજે મિલિયનની સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે. ડો. સ્વપ્નિલ શાહને તમે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર રોજ મળી શકો છો. તબીબી ક્ષેત્ર અને આરોગ્યની જાળવણી માટે ડો. સ્વપ્નિલ શાહ લાખો લોકોને સોશિયલ મીડિયામાં રોજ નવી નવી અપડેટ આપે છે. વધુ વિગત માટે ડો. સ્વપ્નિલ શાહનો સંપર્ક 7383442222 પર કરી શકાય છે.
- Advertisement -
યુવાનોએ પોતાની જીવનશૈલી બદલવી (ખોરાક, કસરત, પૂરતી ઊંઘ, મેડિટેશન, યોગ) ખૂબ જ જરૂરી છે, કારણ કે ખરાબ લાઈફ સ્ટાઇલ અને સ્ટ્રેસ મુખ્ય કારણો છે
લાઇફ સ્ટાઇલ વેલનેસ સેન્ટર: HBOT થેરપીની અદ્યતન સુવિધા
શસ્ત્રક્રિયા વગરની સારવાર: ડો. સ્વપ્નિલ શાહનું અમદાવાદમાં આવેલું લાઇફ સ્ટાઇલ વેલનેસ સેન્ટર ગુજરાતનું એકમાત્ર એવું સેન્ટર છે, જ્યાં નોન-ઇન્વેઝિવ રીતે હૃદયની સારવાર કરવામાં આવે છે.
હાયપર બેરિક ઑક્સિજન થેરપી (ઇંઇજ્ઞઝ): અહીં 100% ઓક્સિજન દ્વારા નવા ચેતાતંતુ અને લોહીનું પરિભ્રમણ વધારતી ઇંઇજ્ઞઝ થેરપી ઉપલબ્ધ છે. આ થેરપી પાર્કિન્સન, અલ્જાઇમર, ઓટીઝમ સહિત 14 જેટલી મેડિકલ કન્ડિશન માટે ઞજઋઉઅ
માન્યતા પ્રાપ્ત છે.



