રાધેશ્યામ ટ્રસ્ટ દ્વારા 11 દિવસ નવરાત્રી મહોત્સવનું આયોજન
વિધવા સ્ત્રીઓ, માતા-પિતા વિહોણી દિકરીઓ અને સૈનિકના પરિવારની સ્ત્રીઓને નિ:શુલ્ક પાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કોઠારીયા સ્મશાન ગૃહના લાભાર્થે રાધેશ્યામ ટ્રસ્ટ સંચાલીત આ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સાંઇ બાબા સર્કલ, કોઠારીયા ખાતે આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર એમ 11 દિવસ સુધી રાસોત્સવ યોજાશે. આ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમ્યાન ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો, સાધના ગોસ્વામી, જયદાન ગઢવી, જુલી આહિર, અવની આહિર, શિતલબા રાજપુત, ક્રિશી પટેલ, તૃપ્તી પરમાર, કૃપાલી રાવલ, ભુમી ધામેલીયા, વેદાંત દેસાઈ પોતાના સુરના માધ્યમથી ભગવતીની આરાધના કરશે અને સૌ ખેલૈયા ગરબે ઘુમશે આ સાથે એંકર હાર્દિક સોરઠીયા અને બંસી રંગાણી પોતાની વાણીથી સૌ કોઈને મંત્ર મુગ્ધ કરશે. તેમજ આ નવરાત્રીનું પ્રથમ જાજરમાન આયોજન થવા જઈ રહ્યુ છે અને ખેલૈયાઓને લાખો રૂપિયાના ઇનામ મળવાના છે, સાથે આ વિસ્તારમાં શિસ્તની સાથે સલામતીથી ખેલૈયા રાસ રમે એવુ આયોજન કરવામા
આવ્યુ છે.
રાધેશ્યામ નવરાત્રીના આયોજકોમાં ચેરમેન રાહુલભાઈ અજાણી, પ્રમુખ શૈલેષભાઇ પરસાણા, મંત્રી નરેશભાઈ ધાનાણી, ઉપપ્રમુખ જયેશભાઈ રામાણી અને ખજાનચી મયુર દુધાતની ટીમ સફળ આયોજન માટે જહેમત ઉઠાવી રહી છે, પાસની કિંમત ચિલ્ડ્રનના 500 રૂ, લેડીઝના 800 રૂ અને જેન્ટસના 1200રૂ રાખવામાં આવી છે. આ નવરાત્રી મહોત્સવ સર્વ-સનાતન અને સર્વ સમાજ માટે રાખવામાં આવ્યો છે, નવરાત્રીમાં થયેલી તમામ આવક સ્મશાન ગૃહ-કોઠારીયાના લાભાર્થે ઉપયોગમાં લેવામા આવશે.
આ ઉ5રાંત પાસ અને સ્પોન્સરશીપ માટે 96011 10080 પર સંપર્ક કરવાનો રહેશે.



