દિલ્હીમાં આજે સાંજે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે ઇઉંઙના નેતા અને ગૃહમંત્રી અમિત શાહને સાજે મળે એવી શક્યતા છે. રિપોર્ટ મુજબ, કેપ્ટન આજે બપોરે 3.30 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. એમ કહેવાઈ રહ્યું છે કે દિલ્હીમાં કેપ્ટનની મુલાકાત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ થશે.
કેપ્ટન અમરિંદરને વિધાનસભા ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. એ પછી કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું કહ્યું. કેપ્ટને સિદ્ધુની પાક. PM ઈમરાન ખાન અને પાકસેના પ્રમુખ બાજવા સાથેની દોસ્તીને ખતરનાક ગણાવી. ચરણજિત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પછી પણ કેપ્ટને ચિંતા વ્યક્ત કરી છે. કેપ્ટને કહ્યું હતું કે પંજાબ બોર્ડર સ્ટેટ છે. પાકિસ્તાન સતત અહીં ડ્રોનથી હથિયાર અને નશાયુક્ત વસ્તુઓ મોકલી રહ્યું છે. ચરણજિત ચન્ની મંત્રી તરીકે સારા રહ્યા છે, જોકે તેમને ગૃહવિભાગનો અનુભવ નથી. એવામાં પંજાબની સુરક્ષા બાબતે તેઓ ચિંતિંત છે.
- Advertisement -
અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરે પંજાબના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે તેઓ નવજોત સિંહ સિદ્ધૂને રાજ્યના કોંગ્રેસ પ્રેસિડેન્ટ તરીકે સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય તેઓ સિદ્ધુને આગામી સીએમ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી.



