ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને ધ્યાનમાં રાખીને, રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ (ટઇંઙ) દ્વારા શહેરમાં ખુલ્લામાં માંસના વેચાણ અને વહન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. ટઇંઙએ નગરપાલિકા, જિલ્લા કલેક્ટર, મામલતદાર અને રાજુલા પોલીસ વિભાગને આવેદનપત્ર પાઠવીને આ માસ દરમિયાન નોનવેજની લારીઓ અને દુકાનો બંધ કરાવવા અપીલ કરી છે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ટઇંઙ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, રાજુલા શહેરમાં અતિ પૌરાણિક અને હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર સમા કુંભનાથ-સુખનાથ મહાદેવ સહિત વિવિધ શિવ મંદિરો આવેલા છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જતા હોય છે. આવા સમયે રસ્તાઓ પર આવેલી નોનવેજની દુકાનો, જે પરવાનગી કે લાયસન્સ વગર કાર્યરત હોવાનું પણ જણાવાયું છે, તે શ્રદ્ધાળુઓની ભક્તિમાં અવરોધરૂપ બને છે.
- Advertisement -
ટઇંઙએ માંગ કરી છે કે, હિન્દુ સમાજના ભક્તોને શાંતિપૂર્ણ રીતે ભક્તિ કરી શકે તે માટે શ્રાવણ માસ દરમિયાન એક પણ નોનવેજની દુકાન કે લારી ખુલ્લી ન રહે. આ મામલે સત્વરે યોગ્ય સૂચનાઓ આપી કાર્યવાહી કરવા પણ અપીલ કરવામાં આવી છે. આ માંગણીને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.



