શાપુર ગામે પરી ફાર્મમાંથી જુગારનો અખાડો ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
વંથલી પોલીસ સ્ટેશનના વસ્તારમાં આવેલ શાપુર ગામ નજીક પરી ફાર્મ નામની વાડીમાંથી પ્રોહીબીશનના બે ગુનાઓમાં નાસતો ફરતો આરોપી અને જુગાર રમતા 4 મહિલા મળી કુલ 18 ઈસમો કુલ રૂ.3,81,000 મુદ્દામાલ સાથે ઝડપાયા છે.
- Advertisement -
આ કાર્યવાહી આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, ક્રાઈમ બ્રાંચના પીઆઇ જે.જે. પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી. ટીમમાં પો.સબ ઇન્સ્પેકટર પી.કે. ગઢવી, પો.હેડ કોન્સ્ટેબલ જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા, ચેતનસિંહ સોલંકી અને ભુપતસિંહ સિસોદીયાને મળેલી હકીકતના આધારે જાણવા મળ્યું કે, અસ્લમ હુરેનભાઈ મકરાણી નામના શખ્સ વંથલી રોડ પર આવેલી પોતાની “પરી ફાર્મ” નામની વાડીની ઓરડીમાં જુગારના અખાડાનું સંચાલન કરતો હતો. ક્રાઈમ બ્રાંચે સ્થળ પર રેઇડ કરતા જુગાર રમતા 19 ઇસમો ઝડપાયા હતા. તેઓમાંથી કેટલીક મહિલાઓ સહિત ઘણા જુનાગઢ અને ધોરાજી વિસ્તારના રહેવાસી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા રૂ.1,01,000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.3,81,000 કબજે કરવામાં આવ્યો છે. જડપાયેલા મુખ્ય આરોપી અસ્લમ મકરાણી સામે અગાઉથી વંથલી અને દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ હોવાનું ખુલ્યું છે. આમ, જુગાર અને પ્રોહીબીશન કાયદાઓના ભંગ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપતા પોલીસ તંત્રે ફરી એક વખત ગંભીર ગુનાખોરી વિરુદ્ધ પોતાના દ્રઢ અભિગમને સાબિત કર્યો છે.
પકડાયેલા જુગારી ઇસમોની યાદી
1, આમીરખાન હાસમખાન પઠાણ રહે. મેમણવાડા, જૂનાગઢ
2, સાહીલ યુનુસભાઇ રાઠોડ પીશોરીવાડા, જૂનાગઢ
3, સાહિલ સલીમભાઇ જુણેજા પીશોરીવાડા, જૂનાગઢ
4, રફીક મામદભાઇ કપડવંજી કુંભારવાડા, જૂનાગઢ
5, ભીખા કરણભાઇ દાસા લીરબાઇ પરા, જૂનાગઢ
6, દિવ્યેશ કાળાભાઇ તરખાલા ધરાનગર, જૂનાગઢ
7, નીખીલ વીનોદભાઇ સરવૈયા ગાંધીગ્રામ, જૂનાગઢ
8, વશરામ પરસોતમભાઇ સોલંકી સંજયનગર, જૂનાગઢ
9, જગમાલ હમીરભાઇ નાંદાણીયા મધર ડેરી પાસે, જૂનાગઢ
10, રફીક કરીમ શાહમદાર ધોરાજી, જી. રાજકોટ
11, ઇમ્તિયાઝ જુસબભાઇ દલ કસ્તુરબાગ, જૂનાગઢ
12, રીયાજ નુરમહમદ ઉર્ફે મુનો મકરાણી સુખનાથ, જૂનાગઢ
13, પ્રદીપ વીનુભાઇ સરવૈયા ગાંધીગ્રામ, જૂનાગઢ
14, દેવાભાઇ ઉર્ફે કાનો ભીમાભાઇ દાસા લીરબાઇ પરા, જૂનાગઢ
15, જાસ્મીનબેન ફારૂકભાઇ મતવા ધારાગઢ દરવાજો, જૂનાગઢ
16, યાસ્મીનખાન જાહીરખાન પઠાણ, ધોરાજી
17, નુરમાબેન ઇકબાલભાઇ સીપાઇ, ધોરાજી
18, ફાતમાબેન મુસાભાઇ મતવા ધોરાજી



