ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અને જુનાગઢ જિલ્લાના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઈની રાજકોટના ડોક્ટર પ્રકાશ મોઢા દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. આ સફળ સર્જરી બાદ ગુજરાત પ્રદેશના સિનિયર આગેવાનો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પરસોત્તમભાઈ રૂપાલા, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ વાઘાણી, ભરતભાઈ પંડ્યા, માધવભાઈ દવે, તેજસભાઈ ભટ્ટી સહિતના સૌરાષ્ટ્રના વિવિધ અગ્રણીઓએ ખબર અંતર પૂછ્યા. તેમજ હાલ ડોકટર દ્વારા ચંદ્રેશભાઇની તબિયત સ્થિર હોવાનું પણ જણાવ્યુ છે.