રસુલપરાની મહિલાને 8.638 કિલો ગાંજા સાથે શાપર પોલીસે દબોચી લીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ગોંડલ હાઇવે પર રીક્ષામાંથી શાપર પોલીસની ટીમે 86,380ની કિંમતના 8.638 કિલોગ્રામ ગાંજાની ડિલિવરી આપવા આવેલી રસુલપરાની મહિલા કેરિયરની ધરપકડ કરવામાં આવી છે જયારે ડિલિવરી લેવા આવનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
શાપર વેરાવળ પોલીસ પીએસઆઈ વી જી જેઠવા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ મયુરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ તુષારસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લગધીરસિંહ જાડેજા, અલ્પેશ ડામસિયાને રાજકોટની ભાગોળે ગોંડલ રોડ પર આવેલ કાંગસિયાળી ગામની સીમમાં માલધારી ચોકથી સૌરાષ્ટ્ર હોટલ તરફ જતા રોડ પર એક ઓટો રીક્ષા નં. જીજે-03-બીયુ-6040માં બેસી એક મહિલા પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી ડિલિવરી કરવા જવાની છે, આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન નેશનલ હાઈવે તરફ આવતી એક રીક્ષાને અટકાવી મહિલાનું નામ પૂછતા પોતે કોઠારીયા સોલવન્ટ રસુલપરામાં રહેતા કરીનબેન ઉર્ફે ફરીદા કરીમ શાહમદાર ઉ.30 હોવાનું જણાવ્યું હતું બાદમાં રીક્ષાની ઝડતી કરતા કરીન ઉર્ફે ફરીદા પાસેથી મળી આવેલ એક કાળા કલરનો થેલા ચેક કરતા બે પેકેટ મળી આવ્યા હતા, જે પેકેટમાં માદક પદાર્થ ગાંજો હોવાનું જણાવ્યું હતું બાદમાં પોલીસે એફએસએલ ટીમને જાણ કરી મહિલા ડ્રગ્સ કેરિયર પાસેથી કુલ 8.638 કિલોગ્રામ ગાંજો રૂ. 86, 380 મુદામાલ કબ્જે કરી કરી કરીન ઉર્ફે ફરીદા કરીમભાઈ શાહમદારની ધરપકડ કરી હતી. આ ગાંજાનો જથ્થો મહિલા ક્યાંથી લાવી હતી, કોને આપવાનો હતો, કોણ ડિલિવરી લેવા આવવાનું હતું સહીતની દિશામાં તપાસ શરૂ કરી છે.