કાર લઈને જતા યુવાનને અટકાવી હુમલો કરતા યુવાનનું મોત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડ્યા નજરે પડે છે અહીં હત્યા અને મારામારી તો સામાન્ય બની ચૂકી હોવાની સામે આવે છે ત્યારે સાયલા તાલુકાના ઇશ્વરીયા ગામે ચારથી પાંચ શખ્સો દ્વારા કારમાં જતા યુવાનને અટકાવી હત્યા નિપજાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
- Advertisement -
જેમાં સાયલા તાલુકાના ઇશ્વરીયા ગામે રહેતા રણછોડભાઈ તથા તેઓના ભાઈ અરજણભાઈ બંને પિતાની કાર લઈને આયા ગામથી ઇશ્વરીયા ગામ તરફ જતા હોય તેવા સમયે અડવચ્ચે એક બોલેરો કારમાં આવેલા છ જેટલા શખ્સો આવી યુવાનની કારને અટકાવી હુમલો કરવા લાગ્યા હતા જે હુમલામાં રણછોડભાઈ રબારીને વધુ પડતી ઈજાઓ થવા પામી હતી જ્યારે સાથે રહેલા અરજણભાઈ ભાગી ગયા હતા હુમલાખોરો દ્વારા અગાઉ થયેલ માથાકૂટનું મનદુ:ખ રાખી રણછોડભાઈ રબારી પર હુમલો કરી નાશી છૂટ્યા હતા.
જે બાદ તાત્કાલિક યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કર્યો હતો આ તરફ હુમલાના બનાવ વખતે હાજર અરજણભાઈ દ્વારા વિજય કલાભાઈ રૂદાતલા, જાદવ ખોડાભાઇ ઉધરેજા, કાળુભાઇ બચુભાઈ રૂદાતલા, ગોવિંદભાઈ કલાભાઈ રુદાતલા, ગોપાલભાઈ ઘેલાભાઈ રુદાતલા તથા કેશુભાઈ સામતભાઇ રુદાતલા સહિતના શંકાઓ દ્વારા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સાયલા પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચી યુવકની હત્યા મુદ્દે તપાસ હાથ ધરી હતી.



