ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
ત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરે ભારતીય સેનાનાં આ પરાક્રમને બિરદાવવા જુનાગઢ મહાનગર ખાતે વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને તળાવ ખાતે શહીદ સ્મારકથી ફ્લેગ ઑફ કરાવી હતી.
- Advertisement -
ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં ધારાસભ્ય સંજય કોરડીયા મેયર ધર્મેશ પોશીયા. ભારતી આશ્રમ મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ, બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદ બાપુ, રામટેકરીના કિશનદાસ બાપુ, ડે. મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર,
શાસકપક્ષના નેતા મનનભાઇ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, પુર્વ પ્રમુખ પુનિત શર્મા પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, પુર્વ મેયર આધ્યશક્તિ મજમુદાર, ગીતાબેન પરમાર, પુર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, અશોક ભટ્ટ, યોગીભાઇ પઢીયાર જે. કે. ચાવડા, હરેશ પરસાણા, શૈલેષ દવે, સંજય મણવર, ઓમ રાવલ, મનોજ પોપટ, કીશોર ચોટલીયા, ચંદ્રીકાબેન રાખશીયા, કીશોર અજવાણી, માલદે ડોડીયા લીલાભાઇ પરમાર, ભરત કારેણા, પરાગ રાઠોડ, વંદનાબેન દોશી, ભાવનાબેન વ્યાસ, જયેશ બોઘરા, સોનલબેન પનારા, પુંજાભાઇ સીસોદીયા સુભાષ રાદડીયા પ્રવિણ વાઘેલા સુરેશ પાનસુરીયા જીતેન્દ્ર ઠકરાર તથા આગેવાનો હોદેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા.



