ખાસ-ખબર ન્યૂઝ મોરબી
સામાન્ય રીતે નિવૃત્તિ બાદનું જીવન દરેકને આરામથી વિતાવવું હોય છે આખી જિંદગી કામ કરીને થાક્યા બાદ પરિવાર, પૌત્ર-પૌત્રીઓ સાથે શાંતિથી જીવન સૌ કોઈ વિતાવતા હોય છે પરંતુ મોરબીના નિવૃત શિક્ષક અને અધિકારીની ત્રિપુટી નિવૃત્તિ જીવનને સેવાકાર્યો માટે ખર્ચી રહ્યા છે નિવૃત્તિ બળથી અવિરત સેવા કરવા ડૂ ગૂડ નામનું ગ્રુપ વર્ષ 2013 માં શરુ કર્યું છે અને 12 વર્ષથી સતત સેવાકાર્યો કરી રહ્યા છે મોરબીના 63 વર્ષના નિવૃત ખેતીવાડી અધિકારી મણીલાલ કાવર,74 વર્ષના નિવૃત પોસ્ટ માસ્ટર પી એચ અઢિયા અને 71 વર્ષના નિવૃત શિક્ષક એમ ટી ગામી (વી સીહાઈસ્કૂલ) ની ત્રિપુટીએ નિવૃત્તિ બાદ સેવાકાર્યો કરવાનું નક્કી કર્યું હતું અને બીજા 20 સાથીઓને જોડીને તા. 01-06-2023 ના રોજ ડૂ ગૂડ નામનું ગ્રુપ શરુ કર્યું હતું.
- Advertisement -
જેમાં ડર મહીને વ્યક્તિ દીઠ રૂ 500 કાઢી પક્ષીઓ માટે ચણ આપવાનું નક્કી કર્યું હતું. જે ત્રિપુટી વૃદ્ધાશ્રમ અને ગૌશાળામાં છુટા હાથે દાન અર્પણ કરે છે યદુનંદન ગૌશાળા, વિકાસ વિધાલય, ગિરનારી ગૌશાળા, ઓમ ગ્રુપ લખધીરવાસમાં કરિયાણું, શનાળા રોડ પર ચાલતી ફ્રી ટીફીન સેવામાં કરિયાણું, મનોદિવ્યાંગ શાળા, લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ સંસ્થા, સિવિલ હોસ્પિટલમાં સગર્ભા બહેનો માટે દૂધ અને પૌષ્ટિક આહાર સહિતની સેવાકીય પ્રવૃતિઓ અવિરત કરી રહ્યા છે શરૂઆત થોડા લોકોથી કર્યા બાદ હાલ સંસ્થા સાથે 254 લોકો જોડાય ગયા છે ડર વર્ષે વ્યક્તિ દીઠ રૂપિયા 6000 આર્થિક યોગદાન એકત્ર કરીને મોરબી શહેરમાં 12 જેવી જગ્યાએ ડર મહીને અબોલ જીવો માટે 25 હજારનું ચણ, 13 જગ્યાએ ડર મહીને 1.27 લાખનું કરિયાણું તેમજ જરૂરતમંદોને મદદ કરી રહ્યા છે.



