‘ફી ભરવાની ત્રેવડ ન હોય તો ભણવા જ ન અવાય’ શિક્ષકનું ઉદ્ધતાઇભર્યું વર્તન
છ મહિના પહેલા જ પિતાનું અવસાન થતા સ્કૂલ ફી ભરી ન હોવાથી સાંજ સુધી બહાર બેસાડી રાખી
- Advertisement -
ગોંડલ સિટી પોલીસે દાસીજીવણ સ્કૂલના શિક્ષક સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલમાં તમારામાં સ્કૂલ ફી ભરવાની ત્રેવડ ન હોય તો ભણવા જ ન અવાય તેમ કહીં શિક્ષકે ઠપકો આપતા 13 વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગોંડલ સિટી પોલીસે દાસીજીવણ સ્કૂલના શિક્ષક સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
ગોડલનાં બુધ્ધનગરમાં રહેતી વિદ્યાર્થિનીના માતાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 13 વર્ષની દીકરી ગોકુલધામ સોસાયટી વાળી શેરીમાં આવેલ દાસી જીવણ સ્કૂલમાં 9મા ધોરણમા અભ્યાસ કરે છે હજુ છ મહીના પહેલા પતિનું અવસાન થયું છે ઘરના આધારસ્તંભ સમા પતિના આવસાન બાદ સંતાનોનો ઉછેર કરવાની અને ઘર ચલાવવાની બમણી જવાબદારી આવતા તેઓ સવારના અગીયારથી સાંજના પાંચ વાગ્યા સુધી બ્યુટી પાર્લરમાં કોર્સ કરવા જાય છે ગઇ તા. 17/1/2025 ના રોજ સવારના તે બ્યુટી પાર્લર ખાતે હતા અને પછી સાંજના સાડા પાંચેક વાગ્યે ઘરે આવેલ ત્યારે દીકરી ઉલ્ટી કરતી હતી માતાએ તેને પુછેલ કે, બેટા શું થયું? કેમ ઉલ્ટી કરે છે? તો 13 વર્ષની દીકરીએ કહ્યું કે, મેં બાથરૂમ સાફ કરવાનું બ્લીચ પી લીધેલું છે. આમ વાત કરતા તુરંત જ માતા દીકરીને લઈ ગોંડલ સરકારી દવાખાને પહોંચ્યા હતા. સારવાર ચાલુ હતી ત્યારે માતાએ દીકરીને પૂછ્યું, કે તે આવું શું કામ કર્યું? ત્યારે દીકરીએ કહ્યું કે, મમ્મી તા.15/1/2025 ના રોજ હું મારી સ્કૂલે ભણવા ગઈ હતી. ત્યાં શિક્ષક સાવનભાઈ સાટોડીયાએ કહ્યું કે, ઘરે જઇને તારા મમ્મીને કહેજે કે છ મહીનાની સ્કૂલ ફી ભરવાની બાકી છે. તે ફી આવતીકાલે મોકલાવી આપે, પરંતુ હું તમને કહેતા ભુલી ગઈ હતી. બીજા દીવસે ફરી હું સ્કુલે ગઈ ત્યારે આ સાવન સરે મને કહેલ કે, તારા મમ્મીએ સ્કુલ ફી મોકલાવેલ છે.
- Advertisement -
તો મેં કહેલ કે, ના હું ફી લઇને નથી આવેલ. તો આ સાવન સરે મને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહીં કહ્યું કે, તમારી પાસે સ્કૂલ ફી ભરવાની ત્રેવડ ન હોય તો ભણવા અવાઇ નહીં. તેમ કહી મને કહેલ કે તારે આજે કલાસમાં નથી બેસવાનું. બહાર બેસવાનુ છે. તેમ કહી મને સ્કૂલના હોલમાં સાડા અગીયારથી સાડા ચાર સુધી બેસાડી રાખેલ. અને બીજા દીવસે તું કામે જતી રહેલ હતી ત્યારે હું સ્કૂલે ગયેલ ન હતી. સાવન સરે જે મને કહ્યું હતું તેનું લાગી આવતા મેં બાથરૂમ સાફ કરવાનું બ્લીચ પી લીધેલ હતું. આ પછી સારવારમાં રહેલ વિદ્યાર્થિનીનું પોલીસે બનાવ અંગે નિવેદન લીધું હતું અને માતાનું નિવેદન પણ લીધું હતું વધુમાં જણાવ્યું હતું કે, તે બીજા દિવસે પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં ટીચર સાવન સાટોડીયા તથા હીરેન આવેલ હતા. મારી સાથે અમારી જ્ઞાતિના બંટીભાઇ હતા. તેઓએ કહ્યું કે, ટીચર સાવનભાઈ તથા હીરેનભાઈ સાથે વાતચીત કરી લીધલે છે અને તમારે છેલ્લા છ માસની સ્કુલ ફી ભરવાની છે તે પણ સ્કુલે માફ કરેલ છે તમારી દીકરી ધોરણ 12 સુધી ભણશે તેનો તમામ ખર્ચ સ્કુલ ભોગવશે. તેની જવાબદારી હું લઉં છું તેમ કહી મને સમાધાન કરાવેલ હતું. ફરી ચાર પાંચ દિવસ પછી બંટીભાઇનો ફોન આવેલ. કહેલ કે તમારે સ્કુલની 25 ટકા ફી ભરવી પડશે. આમ સમાધાનની વાતચીતમાંથી ફરી જતા અંતે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



