મેયર ડો. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૨/૦૮/૨૦૨૧ રવિવારના રોજ “રક્ષાબંધન”ના તહેવાર નિમિતે આ બંને બસ સેવામાં બહેનો માટે દર વર્ષની પરંપરા મુજબ ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર તા.૨૨/૦૮/૨૦૨૧ રવિવારના રોજ દિવસ દરમ્યાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

- Advertisement -
શહેરની બહેનો રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ જણાવે છે તેમજ હાલમાં કોરોના મહામારી હોઈ માસ્ક પહેરવું તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરેલ છે.



