રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૨૦ના રોજ સ્વ. રાજીવ ગાંધીની ૭૭મી જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરીને કોવિડ-૧૯ ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે-અશોક ડાંગર શહેર કોંગ્રેસ પ્રમુખ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત-કોરોનામાં ૭ દિવસથી વધુ સમય જેમણે હોસ્પિટલમાં સારવાર લીધી છે તેવા વ્યક્તિઓની મુલાકાત દ્વારા મૃતક પરિવારનાને મળી ને સાંત્વના પાઠવવામાં આવશે.પ્રદીપભાઈ ત્રિવેદી કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ.
કોવીડ-૧૯ ન્યાયયાત્રામાં મુખ્ય ૪ માંગણીઓ- મૃતકના પરિવારને ૪ લાખ વળતર- સરકારી નોકરીમાં મૃત્યુ પામેલ હોય તો તેના ઘરમાંથી ૧ સભ્ય ને નોકરી- ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછું આપવું-ગુનાહિત બેદરકારી, અણધડ વહીવટની ન્યાયિક તપાસ- ગાયત્રીબા વાઘેલા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ.
આજ રોજ તા. ૧૯/૦૮/૨૦૨૧ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નાગરબોર્ડીંગ વિરાણી ચોક ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અશોકભાઈ ડાંગર ના અધ્યક્ષ સ્થાને આગામી કોવીડ-૧૯ ન્યાય યાત્રા અનુસંધાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સૌ પ્રથમ કોરોનામા જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોરોના મહામારીમાં જ્યારે લોકોના કામ ધંધા બંધ હતાં, આવકો બંધ હતી ત્યારે પણ ઊંચા ટેક્સ વસૂલી લાખો કરોડોની કમાણી કરનારી સરકાર કોરોનાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં, તેમના પરિજનોની પડખે ઉભી રહેવામાં દાનત અને સંવેદનશીલતાના અભાવે નિષ્ફળ રહી છે. કોરોનાના કપરા સમયમાં લોકોને હોસ્પિટલમાં બેડ, ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટીલેટર માટે કરગરતા અને હેરાન પરેશાન થતા જોયા છે. અને ગુજરાતમાં લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા તેના કરતા વધારે સરકારની ગુનાહિત બેદરકારીથી મૃત્યુ પામ્યા છે.

- Advertisement -
ત્યારે આદરણીય સોનિયાજી-રાહુલજી સૌ પીડિત પરિવારો વચ્ચે જવા આહ્વાન કર્યું છે તેના ભાગ રૂપે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા નો કાર્યક્રમ લઈ ને આવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૨૦ ના રોજ સ્વ. રાજીવ ગાંધીની ૭૭મી જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરીને કોવિડ ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે.
૧) રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત-કોરોનામાં ૭ દિવસથી વધુ સમય જેમણે હોસ્પિટલ માં સારવાર લીધી છે તેવા વ્યક્તિઓની મુલાકાત દ્વારા મૃતક પરિવારનાને મળી ને સાંત્વના પાઠવવામાં આવશે.
૨) એમને સારવાર દરમ્યાન શું શું તકલીફો આવી તેની માહિતી મેળવશે અને એક ફોર્મ ભરી મૃતક વ્યક્તિના ફોટા સહીત ની માહિતી એકત્રિ કરવામાં આવશે.
- Advertisement -

રાજકોટ શહેરના તમામ મૃતક પરિવારોની મુલાકાત લઈ ને માહિતી એકત્રિત કરવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ ૧ મહિના સુધી ચલાવવામાં આવશે અને રાજકોટ શહેર ના તમામ મૃતક પરિવારનો મુલાકાત લેવામાં આવશે અને ઘરે ઘરે મુલાકાત દરમ્યાન પત્રિકા વિતરણ અને ઘર પર સ્ટીકર લગાડવામાં આવશે. કોવીડ-૧૯ ન્યાયયાત્રામાં મુખ્ય ૪ માંગણીઓ- મૃતકના પરિવારને ૪ લાખ વળતર- સરકારી નીક્રીમાં મૃત્યુ પામેલ હોય તો તેના ઘરમાંથી ૧ સભ્ય ને નોકરી- ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછું આપવું-ગુનાહિત બેદરકારી, અણધડ વહીવટની ન્યાયિક તપાસ ની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ આગેવાન જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરા અને અશોકસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.


