રાજકોટ – મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાનો ૭૫ મો સ્વાતંત્ર્ય દિવસ ઘંટેશ્વર. એસ.આર. પી. કેમ્પ ખાતે યોજાયો હતો. મંત્રી ના હસ્તે સ્વાતંત્ર્ય વીરો સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોને સન્માનિત કરાયા હતાં. આ તકે ૧૦૮ ના કર્મીઓનું શ્રેષ્ઠ કામ કરવા બદલ સન્માન કરાયું હતું.

- Advertisement -
૧૦૮ ના ઈ.એમ.ટી. દિનેશભાઇ રાઠોડ અને પાયલોટ પ્રવિણ સુવાનું કોરોનાની મહામારીમાં ઉત્કૃષ્ટ કામ કરવા બદલ તથા મહિલા અને બાળ એમ્બ્યુલન્સ ‘‘ખિલખિલાટ’’ના મહેશભાઈ અને એમ.વી.ડી. વિભાગના ડો. રવિ તિવારીનું ઉર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

રાજકોટ કલેકટર મહેશ બાબ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીનાની ઉપસ્થિતિમાં ૧૦૮ ના કર્મીઓને સન્માનિત કરાઈ તેમનો જુસ્સો વધાર્યો હતો. ૧૦૮ ના કર્મીઓના સન્માન બદલ પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર, રાજકોટ જિલ્લાના ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટ અને શ્રેયસ ગઢીયાએ શ્રેષ્ઠ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.


