ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ સોબુકાય સ્ટેટ ચેમ્પિયનશિપ જે જૂનાગઢ ખાતે 29 ડિસેમ્બર ને રવિવારના રોજ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઓલ ગુજરાતમાંથી લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા રાજકોટ જિલ્લાના ફાઈટર કરાટે ટ્રેનિંગ સેન્ટરના 29 કરાટે વીર-વીરાંગનાઓએ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવેલી. જેમાં રાજકોટ જિલ્લાના ફાઈટર કરાટે ટ્રેનિંગ સેન્ટરના ખેલાડીઓએ વિવિધ એઈજ, બેલ્ટ, વેઈટ કેટેગરીમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરી 13 ગોલ્ડ મેડલ, 15 સિલ્વર મેડલ, 14 જેટલા બ્રોન્ઝ મેડલ એમ કુલ 42 મેડલ કાતા અને કુમિતે (ફાઈટમાં) મેળવી સમગ્ર રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે ફાઈટર કરાટે ટ્રેનિંગ સેન્ટરના ઓનર કોચ રુપેશભાઈ વાઘેલા રાજકોટ તથા જનરલ સેક્રેટરી કેયુરભાઈ વાઘેલાએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં રાજકોટના ખેલાડીઓએ 13 ગોલ્ડ, 15 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ મેળવ્યા



