શ્રીમદ્દ ભાગવત કથામાં સૌરાષ્ટ્ર ભરના સંતો ઉપસ્થિત રહી આરતી ઉતારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળાના લાભાર્થે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાનું શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણનીવ ગોવર્ધનલીલાનું વર્ણન કરવામાં આવ્યુ હતુ. વ્યાસપીઠ પરથી ડો.મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્યુ હતુ કે, ભગવાન બાળકોસાથે ગોકુળમાં રમતો રમ્યા છે. જો તમારા બાળકોને સશકત બનાવવાહોય તો તેને રમતો રમાડો રમત રમશેતો એ મોટો થશે ત્યારે હારને પચાવતા પણ શીખી જશે તે ટીમવર્કથી કામ કરતા શીખી જશે. તેને કમસેકમ 1 કલાક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં મોકલો તે શારિરીક રીતે મજબૂત બનશે. ચાતુર્માસ વિશે તેમણે કહ્યુ હતુ કે, ભગવાન વરસાદની ઋતુમૉ દાળભાત જ જમે છે., શાક નથી ખાતા, ઇશ્ર્વરને ઓળખવામાટે ભાવજગતનો મહિમા કરતા તેમણે કહ્યુ હતુ કે, તમે વધુ પડતા કર્મ પ્રધાન થઇ જાવ ત્યારે ભગવાનને ઓળખી નથી શકતા, ભગવાનને ઓળખવામાટે ભગવાને કહ્યુ છે તમારામાં સંકલ્પ જેટલો મોટો હશે એટલી જ પ્રકૃતિ પણ તમને વિશાળતા આપશે.
- Advertisement -
એનાથી સાબિત થાય છે કે, એ જયારે ઇચ્છે ત્યારે તમને ક્રોધ કરાવી શકે. પરિવારમાં પણ જયારે દેરાણી જેઠાણીના દિકરાને પહેલા જમાડે અને જેઠાણીના દિકરાને પહેલા જમાડે અને જેઠાણી દેરાણીના દીકરાને પહેલા જમાડે ત્યારે તમારૂ કુટુંબ મજબૂત બનશે. શરિરની ઇન્દ્રિયોને સત્કર્મમાં જોડવા માટે કિર્તન શ્રેષ્ઠ છે તેમણે જીવનમાં સ્વંત વિશે કહ્યુ હતુ કે, જો તમે વારંવાર અસંયમિત જીવન જીવશો તો જીવન ઉધુ વળી જશે ધર્મ ધાર્મિક બનવા માટે નહી, સંયમિત બનવા માટે હોય છે. સંયમી બનવુ હોય તો રાત્રે દહીં ખાવુ જોઇએ. કથા શ્રવણ માટે મહામંલેશ્ર્વર શ્રદ્ધાનંદજી, મહામંડલેશ્ર્વર જગજીવનદાસબાપુ, મહામંડલેશ્ર્વર કિશનદાસજી, આઇશ્રી દેવલલમાં, પી.પી. સ્વામી, મહાદેવગિરીબાપુ, અમૃતગીબાપુ, ચકાચક બાપુ, ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદી, રાજય ખેતી બેંકના ચેરમેન ડોલભાઇ કોટેચા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, પૂર્વધારાસભ્ય ભીખાભાઇ જોષી, જીતુભાઇ ભીડી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



