ધ્રાંગધ્રા ડિવિઝનના Dy.SP દ્વારા ભોગ બનનારને બહાર આવવા અપીલ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
રાજ્યમાં ખાનગી કંપનીઓ અને ગ્રુપ દ્વારા લોકોને લોભામણી જાહેરાતો થકી ઠગતા હોય છે જે અંગે હાલમાં જ ઇણ ગ્રુપ દ્વારા કરોડોનું ફુલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું હતું જે બાદ ધ્રાંગધ્રા ખાતે પણ “નિર્માણ મલ્ટીસ્ટેટ” નામક કંપની દ્વારા પોતાના શેર આપવા બાબતે અને લોભામણી જાહેરાત આપી લાખો રૂપિયાનો ચૂનો લગાવી સંચાલકો ગુમ થઈ ચૂક્યા છે જેમાં મેથાણ ગામના જ લગભગ 100 જેટલા મહિલા આ સ્કીમમાં ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું તેવામાં ધ્રાંગધ્રા ડિવિઝન ના ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહિત દ્વારા આ મળે સ્પષ્ટતા કરતા અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ” પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ દ્વારા આપના ઘર આપની જમીન સ્કીમ સાથે રાજ્યના અનેક રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે અને આ મામલે ગુજરાત રાજ્ય સી.આઇ.ડી ક્રાઇમ ઝોન પોલીસ મથક ખાતે 27 સપ્ટેમ્બર 2024ના રોજ ગુન્હો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
- Advertisement -
જે અંગે ધ્રાંગધ્રા ડિવિઝન સહિત જિલ્લામાં કોઈપણ ભોગ બનનાર વ્યક્તિ આ સ્કીમમાં પોતાના રૂપિયા ગુમાવ્યા હોય તો તુરંત સી.આઇ.ડી ક્રાઇમનો તપાસ અધિકારી જે.એ.પ્રજાપતિનો સંપર્ક કરી પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગેની ફરિયાદ કરવા સંર્પક કરી શકે છે” સાથે જ ડી.વાય.એસ.પી દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની ટૂંકાગાળામાં રૂપિયા ડબલ કરવા સહિતની લોભામણી સ્કીમો પર ધ્યાન નહિ દેવા માટેની લોકોને અપીલ કરાઈ હતી.



