બિસ્માર બની ગયેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢમાં સામાજિક કાર્યો કરતી મધુર સોશ્યલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતી અને અમીષ ગોસાઈ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને જૂનાગઢ જિલ્લામાં પડતર પ્રશ્ર્નો બાબતે ઉકેલ લાવવા માંગ કરી છે.
- Advertisement -
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં બિસ્માર બની ગયેલા રસ્તાઓ તત્કાલિક રીપેક કરો., નિવૃત્ત પેન્શનર નાગરિકો અને બુજુર્ગોને સમયસર પેન્શન મળી રહે તેવી વ્યવસ્થા કરો., આકાર કાર્ડથી લઇ રેશનકાર્ડની કામગીરી ઝડપથી થાય ગરીબ અરજદારોનું સમય અને આર્થિક શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી., ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લવવા માટે અમારી સંસ્થા દ્વારા કરેલી અનેક રજૂઆતોના પગલે મંજુર થયેલા ઓવર બ્રિજનું કામ તાત્કાલી શરૂ કરવા તાકીદ., જૂનાગઢના દિવાન ચોકમાં આવેલ દરબાર હોલ મ્યુઝિયમમાં ફરીથી મ્યુઝીયમ શરૂ કરવું, ગરીબ જરૂરીયાતમંદ પરિવારોને રાશનકાર્ડ પર પુરતો માોલ સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવી., ગરીબ પરિવારને જરૂરી લાટ કનેકશન, નળ અને ડ્રેનેજ કનેકશન જલ્દીથી મળે તેવી વ્યવસ્થા કરાવી.
જૂનાગઢની મઘ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશનની કામગીરી ગોકળાગયની ગતિએ ચાલી રહી છે.તેને વધુ વેગ મળે અને ઝડપથી કામ ચાલુ થાય તે વ્યવસ્થા કરવી.



