By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    21 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    22 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    22 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    22 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામીન ના મળ્યાં તો પોલીસનું નાક કાપી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જામીન ના મળ્યાં તો પોલીસનું નાક કાપી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર!
રાજકોટ

જામીન ના મળ્યાં તો પોલીસનું નાક કાપી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર!

Khaskhabar Editor
Last updated: 2024/07/11 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાતના નેતાના છે નીતા ચૌધરી પર ચાર હાથ?

ભચાઉના વૉન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાના આરોપી નીતા ચૌધરી ભૂગર્ભમાં

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11

સામાન્ય રીતે તમે હેલ્મેટ ના પહેર્યું હોય તો ટ્રાફિક જંક્શન પર ઉભેલી ગુજરાતની બાહોશ આતંકવાદીને પકડ્યા હોય તેમ તમને ચારેય બાજુથી ઘેરીને ઝડ઼પી પાડે છે. જ્યાં સુધી વ્યવહાર પુરો ના થાય ત્યાં સુધી તમને જવા દેવામાં આવતા નથી. ત્યાં સુધી કે તમારા વાહનની ચાવી પણ ટ્રાફિક પોલીસ કે એમની મદદમાં ઉભેલાં ચા કરતા ગરમ ગણાતા ટીઆરપી જવાનો પણ જૂટવી લે છે. ત્યાં જબરદસ્ત રીતે કાયદાનું પાલન કરાવવામાં આવે છે. પણ જ્યારે ગુજરાત પોલીસમાં કામ કરતી એક મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે પોતે આખી દારૂ ભરેલી ગાડી લઈને દારૂની હેરાફેરી કરતી હોય, દારૂને ખેપ મારતી હોય, દારૂ ભરેલી ગાડી લઈને ખુદ પોલીસને કચડીને ભગવાનો પ્રયાસ કરતી હોય એ આરોપી નીતા ચૌધરી જ્યારે ઝડપાય ત્યારે તેને કેમ કાયદાનું ભાન કરાવી શકતી નથી એ એક મોટો સવાલ છે?

દારૂની હેરાફેરી કરતી આ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પોલીસને ગાડીથી કચડી નાખવાના કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા, તો તરત જ આ આરોપી નીતા ચૌધરી ફરાર થઈ ગઈ બોલો…અચાનક ગુજરાતની બાહોશ પોલીસને શું થઈ ગયું? શું ગુજરાતની બહોશ પોલીસ ત્યારે બેફાન હતી જ્યારે આ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ ગઈ….ગુજરાત પોલીસના ગાલ પર આ સણસણતો તમાચો છે…ગૃહ વિભાગ અને પોલીસ ખાતાને આ ખુલ્લો પડકાર છે…પકડી શકો તો પકડ઼ી બતાવો.

- Advertisement -

પોલીસની આબરુના ધજાગરા ઉડાતી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે હવે કાયદાની પણ ઐસીતૈસી કરી દીધી છે. બુટલેગર સાથે દારૂની હેરાફેરીમાં ઝડપાયેલી કચ્છની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સેશન્સ કોર્ટમાંથી જામીન ન મળ્યાં. કોર્ટે જામીન ના આપ્યાં તો સસ્પેન્ડેડ મહિલા પોલીસે કાયદાની જ ઐસીતૈસી કરી દીધી. બુલેટગર સાથે દારૂની ખેપ મારતી મહિલા પોલીસકર્મીને કોર્ટે જામીનના આપ્યાં તો ફરાર થઈ ગઈ બોલો. આ એજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જેણે પોલીસકર્મીઓ પર પુરપાટ ઝડપે દારૂ ભરેલી ગાડી ચઢાવીને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. તો પણ એની પર કેમ પોલીસ થઈ રહી છે મેરબાન. ગુજરાતના કયા મોટા નેતાનો છે તેની પર હાથ કે તેનું કોઈ નામ લેતું નથી.

કચ્છ પોલીસની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર થઈ જતા પોલીસે શોધવા સર્વેલન્સ હાથ ધર્યું. વાહ ગુજરાત પોલીસ તમારી બહાદૂરીનું તો શું કહેવું…તમારા પોલીસ વિભાગના મહિલા કર્મી બુટલેગર સાથે દારૂની ખેપ મારતા પકડાય છે, દારૂ ભરેલી ગાડી પોલીસની ટીમ પર ચઢાવીને તેમને મારી નાંખવાનો કચડી નાંખવાનો પ્રયાસ કરે છે, કોર્ટ આ આરોપી મહિલા કોન્સ્ટેબલને સબક શિખવાડવા જામીન નથી આપતી, આટલું બધુ થાય છે પણ ગુજરાતની બાહોશ પોલીસના હાથ આવેલી લોકઅપમાં બંધ આ આરોપી મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી ફરાર થઈ જાય છે. આમાં એવો પણ સવાલ ઉભો થાય છેકે, આખરે કઈ રીતે નીતા ચૌધરી ફરાર થઈ? કોણે કરી હતી નીતા ચૌધરીને ફરાર થવામાં મદદ? શું ઉપરથી કોઈ નેતાનો, કોઈ મોટા માથાનો ફોન આવ્યો હતો તેને છોડાવવા માટે? કે પછી પોલીસે જ અંદર અંદર સેટિંગ કરીને પોલીસ-પોલીસની લાઈન ચલાવીને દારૂની ખેપ મારતી આરોપી મહિલા પોલીસકર્મીને સામે ચાલેની ભગાડી દીધી? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે. આગળ જતાં કોર્ટ સમક્ષ પણ આ સવાલો ઉઠી શકે છે. ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આ સવાલોના જવાબ આપવા તૈયાર રહેજો…અગાઉ જે મોટા નેતા આ નીતા ચૌધરીને અવારનવાર આવા કેસોમાં બચાવતા આવ્યાં છે એમનો પણ આ વખતે વારો પડી શકે છે.

ઉલ્લેખનીય છેકે, કચ્છ પોલીસની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ ઉભી કરી દીધી છે. સાથે જ અત્યારે તેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ભચાઉના વોન્ટેડ બૂટલેગર સાથે દારૂની ખેપ મારતી વખતે પોલીસે અટકાવતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાના આરોપી નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

નીતા ચૌધરીને હત્યાના પ્રયાસના ગુનામાં મળેલા જામીન ગઈકાલે સવારે સેશન્સ કોર્ટે રદ્દ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. જો કે, કોર્ટનો હુકમ આવ્યો ત્યારે નીતા ચૌધરી કોર્ટમાં હાજર નહોતી. આદિપુરમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી નીતાના ઘેર ભચાઉ પોલીસ પહોંચી ત્યારે ઘર બંધ હતું. ત્યારબાદ પોલીસે નીતાને શોધવા ઠેર ઠેર પ્રયાસો શરૂ કરેલાં પરંતુ તે લાપત્તા છે.ભચાઉના પીઆઈએ જણાવ્યું કે, નીતા પાલનપુરની વતની છે. અમે તેના સાસરીયે તપાસ કરી પરંતુ તેનો પતિ પણ પત્ની ક્યાં છે તે અંગે અજાણ છે. નીતાનો મોબાઈલ ફોન હાલ પોલીસના કબજામાં છે. નીતા ચૌધરી ભૂગર્ભમાં ઉતરી જતાં કચ્છ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

નીતા ચૌધરીને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. નીતાના સંભવિત સંપર્કો અને સ્થળો પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નીતા ચૌધરીને મળેલાં જામીન રદ્દ કરવા માટે પોલીસે જે વિવિધ દલીલો રજૂ કરેલી તેમાં નીતાના જામીન મેળવીને ફરાર થઈ જવાની મુદ્દો પણ દર્શાવવામાં આવ્યો હતો.

You Might Also Like

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

TAGGED: bail, found, Nita Chaudhary, police, Rajkot, Suspended constable
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૂર્યોદય સોસાયટીમાં મહિલાનો એસિડ પી આપઘાત
Next Article 41 હજાર CA પાસ, શિવમ મિશ્રા ફાઈનલમાં અને ઈન્ટરમાં કુશાગ્ર ટોપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?