By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    4 minutes ago
    મનીષ બન્યો મોઈન ખાન
    2 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 hour ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 hour ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 hour ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    13 minutes ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    56 minutes ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી પત્રકારત્વનાં પાયોનિયર : પારસીઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતી પત્રકારત્વનાં પાયોનિયર : પારસીઓ
ગુજરાત

ગુજરાતી પત્રકારત્વનાં પાયોનિયર : પારસીઓ

Khaskhabar Editor
Last updated: 2021/06/30 at 3:39 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાત-ગુજરાતીઓનું નામ રોશન કરનાર બે પારસી બાવાઓ એટલે ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલ 

ગુજરાતી પત્રકારત્વના ઉદયમાં, પારસી કોમ-ધારા મૂળમાં 

પારસીઓ ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર છે. ‘સોજ્જા મજાની કોમ’ તરીકે ઓળખાતા પારસીઓએ ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો છે, પત્રકારત્વનો પાયો મજબૂત બનાવ્યો છે. આજે ગુજરાતી પત્રકારત્વ 200માં વર્ષમાં પ્રવેશી રહ્યું હોય એ ઘટના ભારત અને વિશ્વના પત્રકારત્વની તવારીખ લખનારે નોંધવી પડે એવી વિરલ ઘટના છે સાથોસાથ ગુજરાતી પત્રકારત્વમાં પારસીઓના યોગદાનનું સ્મરણ કરી આભારી થવું પડે એવો પણ પ્રસંગ છે. પત્રકાર ચલપતિરાવે પોતાના પુસ્તક ‘ધ પ્રેસ’માં નોંધ્યું છે કે, પારસીઓ ગુજરાતી વર્તમાનપત્રના પાયોનિયર છે. પત્રકાર ચલપતિરાવની નોંધ સત્ય છે, સ્વીકારવા જેવી છે અને સમજવા જેવી પણ છે. જોકે ન માત્ર અખબાર કે પત્રકારત્વ પરંતુ તમામ ક્ષેત્રે પારસીઓ સદા અગ્રેસર રહ્યા છે. ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે, જેને પારસીએ સ્પર્શ ન કર્યો હોય!
જમશેદજી ટાટા, અરદેશકર ગોદરેજ, લવજી વાડિયા, વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભા, હોમી નસરવાન શેઠના, કાવસજી જહાંગીર, દીનશા એદલજી વાચ્છા, ફિલ્ડમાર્શલ સામ માણેકશા, સ્વાતંત્ર્ય સેનાની દાદાભોઈ નવરોજી, ભિખાઈજી કામા, ફિરોઝશાહ મહેતા, ક્રિકેટર ફારુખ એન્જિનિયર, ઓરકેસ્ટ્રા ક્ધડક્ટર ઝુબીન મહેતા, એક્ટર બોમન ઈરાની, કાયદાવિદ્દ નાની પાલખીવાલા, સર દીનશા મુલ્લા, સર જમશેદજી કાંગા, કોટવાલ, સોલી સોરાબજી, ફલી નરીમાન તેમજ ચિત્રકલામાં જહાંગીર સબાવાલા અને શ્યાવક્ષ ચાવડા, હાડવૈદોમાં મઢીવાલા, અંગ્રેજી કવિતામાં આદિલ જસાવાલા અને કેકી દારૂવાલા, રેડિયોમાં રોશન મેમન તથા કવિ ખબરદાર સહિત અઢળક એવાં પારસી બાવાઓ છે, જેમણે ન માત્ર તેમના પસંદીતા ક્ષેત્રમાં પારસી સમાજનું નામ રોશન કર્યું પરંતુ દેશ માટે પણ અનોખું પ્રદાન આપ્યું. આ બધા ધી ગ્રેટ પારસીઓ જેમ જ પત્રકારત્વ ક્ષેત્રે પારસી સમાજમાંથી ગુજરાત-ગુજરાતીઓનું નામ રોશન કરનાર અને અનોખું પ્રદાન આપનાર ઘણા પારસીઓ છે. જેમાના મુખ્ય બે પારસી બાવાઓ એટલે ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલ.
ફરદૂનજી મર્ઝબાન એ વ્યક્તિ હતા જેણે જાત ખુવાર કરીને પ્રેસ તથા ટાઈપ બનાવ્યા અને આજથી 200 વર્ષ પહેલા 1822માં ગુજરાતી ભાષાનું પ્રથમ અઠવાડિક અખબાર ‘શ્રી મુમબઈના શમાચાર’ શરૂ કર્યું. એ જ રીતે રતન માર્શલ એ વ્યક્તિ હતા જેણે ગુજરાતની સ્થાપના અગાઉ મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વખત ‘ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ’ વિષય સાથે ગુજરાતી ભાષામાં જ સંસોધન રજૂ કરી પત્રકારત્વમાં પ્રથમ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આજે ફરદૂનજી મર્ઝબાને શરૂ કરેલું અખબાર મુંબઈ સમાચાર ગુજરાતી ભાષાનું સૌપ્રથમ અને સૌથી જૂનું અખબાર બની રહ્યું છે તો આજે ડો. રતન માર્શલે લખેલું પુસ્તક ‘ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ’ ગુજરાતી પત્રકારત્વની ગીતા ગણાય છે અને પત્રકારત્વના અભ્યાસમાં તે ભણાવાય છે. ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલના અંગત જીવનમાં ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે કે કેવા કઠિનમાં કઠિન સમય, સંજોગ અને સ્થિતિમાં તેમણે ગુજરાતી પત્રકારત્વની પ્રગતિ માટે લોહી-પાણી એક કરી નાખ્યા હતા.

- Advertisement -

ફરદૂનજી મર્ઝબાન એ વ્યક્તિ હતા જેણે જાત ખુવાર કરીને પ્રેસ તથા ટાઈપ બનાવ્યા અને 1822માં ગુજરાતી ભાષાનું પ્રથમ અઠવાડિક અખબાર ‘શ્રી મુમબઈના શમાચાર’ શરૂ કર્યું

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વજગત ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલનું ઋણ ચૂકવી શકે તેમ નથી

ગુજરાતી પત્રકારત્વનો સચોટ-સત્ય ઈતિહાસ રજૂ કરવાનો શ્રેય લેખક-પત્રકાર રતન માર્શલના હિસ્સે જાય છે જેમણે 20મી સદીમાં ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસ વિશે લખેલું પુસ્તક પત્રકારત્વના વિદ્યાર્થીઓને 21મી સદીમાં પણ ટેક્સ્ટબુક તરીકે કામ લાગે છે.

ગુજરાતી પત્રકારત્વજગત ફરદૂનજી મર્ઝબાન અને રતન માર્શલનું ઋણ ચૂકવી શકે તેમ નથી. આ બંને પારસીઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતપ્રેમી હતા, સારા લેખક-વક્તા પણ હતા. ફરદૂનજી મર્ઝબાન ન ફક્ત ગુજરાતી પત્રકારત્વના પાયોનિયર છે પરંતુ ગુજરાતી મુદ્રણના જનક પણ ગણાય છે જેણે ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખ્યો. એ જ રીતે ગુજરાતી પત્રકારત્વના સમગ્ર ઈતિહાસની નોંધ લઈ શોધ-સંશોધન કરનાર રતન માર્શલ પણ ન ફક્ત ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ લખનાર પાયોનિયર છે પરંતુ ગુજરાતી અખબારી ઈતિહાસના સૌ પ્રથમ રચિયતા પણ ગણાય છે જેણે ગુજરાતી પત્રકારત્વને મજબૂત બનાવ્યું. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ છાપખાનું સ્થાપવાનો યશ મુંબઈ સમાચારના આદ્યસ્થાપક ફરદુનજી મર્ઝબાનને ફાળે જાય છે જેણે 1812માં મુદ્રણાલયની સ્થાપના કરી. ગુજરાતી ટાઈપો બનાવ્યા અને મુદ્રણનું કામ શરૂ કર્યું. 1814માં બંગાળી પંચાંગને આધારે ગુજરાતી પંચાંગ તૈયાર કરીને છાપ્યું તો બીજી તરફ ગુજરાતી પત્રકારત્વનો સચોટ-સત્ય ઈતિહાસ રજૂ કરવાનો શ્રેય લેખક-પત્રકાર રતન માર્શલના હિસ્સે જાય છે જેણે 20મી સદીમાં ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસ વિશે લખેલું પુસ્તક પત્રકારત્વના વિદ્યાર્થીઓને 21મી સદીમાં પણ ટેક્સ્ટબુક તરીકે કામ લાગે છે. ગુજરાતી પત્રકારત્વનો પાયો નાંખનાર ફરદૂનજી મર્ઝબાન અને ગુજરાતી પત્રકારત્વને મજબૂત બનાવનાર રતન માર્શલ સિવાય કેખુશરુ કાબરાજી, માણેકજી મિનોચર, નવરોજ ચાવદાર, દાદાભાઈ નવરોજી, સોરાબજી કાપડીયા, દીનશા કરકરિયા, ફિરોઝ દાવર, ફિરોજશાહ દસ્તુર વગેરે જેવા પારસી પત્રકારોનું ઋણ એવું ને એટલું છે કે તેની નોંધ લેવી જ પડે. મુદ્રણયંત્રની શોધ કરનાર જીજીભાઈ બેહરામજી છાપગર નામના પારસીને પણ ભૂલી શકાય તેમ નથી જેમણે મુદ્રણ માટે પ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા બનાવ્યા. બે સદી અગાઉનો એ સમય હતો જ્યારે ગુજરાતી પત્રકારત્વ પર પારસીઓનું પ્રભુત્વ હતું. શ્રી મુમબઈના શમાચાર, મુમબઈના ચાબુક અને રાસ્ત ગોફ્તાર જેવા પત્રોમાં શાબ્દિક યુદ્ધ છેડાતા અને બદનક્ષીના દાવા થતા. જે શાબ્દિક યુદ્ધોની અને દાવાઓની ભાષા લોકબોલીની હતી. ક્યાય વ્યાકરણના નિયમો કે શબ્દરચના સરખી ન હતી છતાં વાંચકોને એ વાંચવાની મજા પડતી. એક રીતે જોવા જઈએ તો એ આજનાં સમયમાં આવતા અખબારો જેવા અખબારો નહીં પરંતુ એક પ્રકારના પત્રો હતા. ઘણા તેને ચોપાનીયા તરીકે પણ ગણાવે છે જેમાં જાહેરખબરો, સરકારી જાહેરનામું, ગેજેટ, દેશાવરમાં મહેશુલ ખાતાની બદલીઓ, મુંબઈમાં આવતા અંગ્રેજો, વહાણોના નામ, આવાગમન સમયપત્રક, ઉતારુ-સંખ્યા, લગ્ન, જન્મ, મૃત્યુ તિથિવારની નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવતી.
ગુજરાતી પત્રકારત્વના પ્રારંભકાળે પારસીઓના આંતરિક મતભેદોએ અન્ય પ્રકાશનોની દિશા ઉગાડી આપી અને પછી તો ઈબતાલી કસીબે, અખબાર ઈ કસીબે, મુમબઈના વરતમાન, મુમબઈનો હલકારું, જામે જમશેદ, વરતમાન અને સમશેર બહાદુર વગેરે જેવા ઘણા પત્રો શરૂ થયા, બંધ થયા આ સાથે જ તેના નામ, માલિક અને સંસ્થાઓ પણ બદલાતા ગયા. પારસીઓ સિવાય અન્ય કોમ-જ્ઞાતિઓએ પણ અખબારી પ્રકાશનમાં ઝંપલાવ્યું. આ દરમિયાન ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે, ગુજરાતી ભાષાનું પ્રથમ અખબાર મુંબઈ સમાચાર 1822માં શરૂ થયું એ પછી છેક એક દાયકા બાદ મરાઠી ભાષાનું પ્રથમ અખબાર બહાર પાડ્યું હતું અને એ પણ લીથ્રોગ્રાફી ઉપર છપાતું જ્યારે મુંબઈ સમાચાર ટાઈપ સહિતના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાતું. 1780માં કલકત્તાથી જેમ્સ ઓગસ્ટસ હીકીએ ભારતનું સર્વપ્રથમ અખબાર બેંગાલ ગેઝેટ બહાર પાડ્યું અને એ પછીના ચાર જ દાયકા બાદ જ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ અખબાર મુંબઈ સમાચાર બહાર પડ્યું જે આજે દેશ અને એશિયાનું સૌથી જૂનું હયાત અખબાર બની રહ્યું છે. આમ, ગુજરાતી પત્રકારત્વનો પાયો મુંબઈમાં પારસીઓએ નાખ્યો હતો અને ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખી તેને મજબૂત બનાવનાર પણ પારસીઓ જ હતા. ગુજરાતમાં એટલે કે ગુર્જરપ્રદેશમાં છેક 1849માં વરતમાન નામનું અખબાર અમદાવાદથી પ્રગટ થયું હતું એવું જાણમાં આવે છે. અને પછી તો રાજકોટ-જૂનાગઢથી પણ અનેક અખબારો પ્રકાશિત થવા લાગ્યા હતા, એક આખો અખબારી યુગ શરૂ થયો જેણે આજે 200માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
વધારો : જો કોઈ ઘરના આંગણે બારેમાસ રંગોળી જોવા મળે તો સમજી લેવું કે આ ઘર પારસી બાવાનું હશે. આ વાતની સાથે જ ઘણાને એ પણ ખ્યાલ નહીં હોય કે એક સમયે ક્રિકેટમાં પારસીઓનો દબદબો હતો. ભારતની પ્રથમ ક્રિકેટ ટીમ ઈંગ્લેંડનાં પ્રવાસે ગઈ ત્યારે મોટાભાગના ખેલાડી પારસી હતા. કરાંચીનું ‘પારસી સંસાર અને લોકસેવક’ નામનું અર્ધસાપ્તાહિક સિત્તેર વર્ષથી કેવી રીતે ચાલી શકે? એના તંત્રી પિરોજશા 59 વર્ષો સુધી તંત્રી રહ્યા હતા જે એક વિશ્વવિક્રમ હશે! અને કલકત્તાનું જાલુ અને નવલ કાંગાનું ‘નવરોઝ’ સાપ્તાહિક પણ સતત સિત્તેરથી વધુ વર્ષોથી કેવી રીતે ચાલી શકે? અને હા, 1901માં મહિલાઓ માટેનું મેગેઝિન ’સરસ્વતી’ શરૂ કરનાર પણ પારસી મહિલા મહેરબાનુ એડનવાલા હતી. અત્યારે ભલે ગુજરાતી પત્રકારત્વમાં વાણીયા, બ્રાહ્મણ, પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ હોય પરંતુ ગુજરાતી પત્રકારત્વના ઉદયમાં પારસી કોમ-ધારા મૂળમાં જોવા મળશે.

You Might Also Like

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

મંદિર ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો, ટ્રસ્ટીઓની ભૂમિકા અંગે તપાસની માંગ

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિંહની વસ્તી 700+
Next Article ધો.10ના 8.60 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 1.73 લાખ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક અપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
આનંદવિહાર રિસોર્ટના સ્વિમિંગ પુલમાં પરિવારની નજર સામે જ બાળકીનું ડૂબી જતાં મોત
કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી
રાજસ્થાનથી 52 હજારનું મેફેડ્રોન લઈ રાજકોટ આવતા 4 હિસ્ટ્રીશીટર બામણબોર પાસેથી ઝડપાયા
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી વેરાવળના વેપારી 60 લાખના રોકડ-દાગીના સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

કોઠારિયા ફાયર સ્ટેશનના જવાનોએ સ્વૈચ્છિક યોગદાનથી ગરીબ પરિવારને ઘરવખરી ભેટ આપી

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?