વર્ગના લોકો માટે બીમારીમાં સારવાર માટે આશીર્વાદ સમાન છે. આ યોજનામાં રાજકોટ જિલ્લામાં ૧૩૫ હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ છે. આ યોજનામાં અત્યાર સુધીમાં તા-૩-૬-૨૧ સ્થતિએ ૩૫૯૯૨૪ લાભાર્થીઓને વેરીફાઈડ કરી કુલ ૧ લાખ થી વધુ પરિવારોને આ યોજનાનો લાભ આપવા સુરક્ષિત કરવામાં આવ્યા છે.
આ યોજનામાં જુદી-જુદી બીમારીઓની સારવારમાં ૫ લાખ સુધીનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૮૪૧૯ ક્લેઈમ રાજકોટ જિલ્લામાં નોંધાતા જે અંતર્ગત ૫૧ કરોડથી વધુની રકમની સારવાર માટે ચૂકવણી કરી સરકાર દ્વારા આરોગ્યની સેવાને અગ્રતા આપવામાં આવી છે.


