રાજકોટ જીલ્લામાં આગામી તા.૨૩-૦૬-૨૦૨૧ થી તા.૨૭-૦૬-૨૦૨૧ દરમ્યાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ.,તરઘડિયા અને ભારત મૌસમ વિભાગની યાદી જણાવે છે કે તા.૨૭-જુન થી ૦૨-જુલાઈ-૨૦૨૧ દરમ્યાન હવામાન સુકું, ગરમ અને વાદળછાયું રહેવાની શક્યતા છે. રાજકોટ જીલ્લામાં આગામી તા.૨૩-૦૬-૨૦૨૧ થી તા.૨૭-૦૬-૨૦૨૧ દરમ્યાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે અને તા. ૨૩, ૨૪ અને ૨૭ ના રોજ છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૭-૩૯ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૬-૨૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે.
- Advertisement -

જમીનજન્ય રોગનો ઉપદ્રવ ન થાય તે માટે દરેક પાકના બીજને મેન્કોઝેબ અથવા થાયરમ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો ૨-૨.૫ ગ્રામ પ્રતિ કિલ્લો બીજ મુજબ પટ આપવો. કઠોળ વર્ગના પાકોના બીજને પ્રવાહી રાઇઝોબીયમ અને પી.એસ.બી. જૈવિક ખાતરના કલ્ચરનો ૧૦-૧૫ મી.લી. પ્રતિ કિલો બીજ મુજબ પટ આપવો. જો ફૂગનાશક દવાનો પટ આપેલ હોય તો જૈવિક ખાતરનું પ્રમાણ બમણું રાખવું. ચોમાસું પાકોમાં વાવેતર બાદ જરૂરીયાત મુજબ રાપ અથવા સમાર મારવો જેથી ભેજ જળવાય રહે અને ઉગાવો સારો થાય.


