કેટરીંગનું કામ કરી ઘરે પરત ફરતા મહિલાઓને અકસ્માત નડ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
- Advertisement -
ધ્રાંગધ્રા – સરા હાઈવે પર મોદી સાંજે ઈકો કાર પલટી થતા કારમાં સવાર એક ચાલક સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને તાત્કાલિક સંપર્ક કરી તમામને પ્રાથમિક સારવાર અર્થે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડી બાદમાં ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. ઈકો કારમાં સવાર તમામ ઇજાગ્રસ્તો કેટરીંગનું કામ કરતા હોય અને પોતાના કામ પરથી ઘરે પરત ફરવા સમયે અચાનક ઈકો કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ઇજાગ્રસ્તમાં ઈકો કારમાં સવાર ફિરોજભાઈ હબીબભાઈ મમાણી(ઉંમર: 18 વર્ષ), આશાબેન દલાભાઈ ચૌહાણ (ઉંમર: 21 વર્ષ), ફીઝાબેન રફીકભાઈ ભટ્ટી (ઉંમર: 15 વર્ષ), હીરાબેન ભરતભાઈ ચૌહાણ (ઉંમર: 15 વર્ષ) મદીનાબેન રફીકભાઈ ભટ્ટી (ઉંમર: 40 વર્ષ) નઝમીનબેન રફીકભાઈ ભટ્ટી (ઉંમર: 18 વર્ષ), ફરઝાનાબેન આયુબભાઈ ભટ્ટી (ઉંમર: 16 વર્ષ) તથા રેશ્માબેન યશીનભાઈ ભટ્ટી (ઉંમર: 15 વર્ષ) તમામ રહે: ધ્રાંગધ્રા વાળા ઇજાગ્રસ્ત થયા હતા.



